તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Trend Changes In Surat, More Deadly And Spreads To Lungs, Appeals To People Not To Go Out Unnecessarily: Municipal Commissioner

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:સુરતમાં કોરોનાનો ટ્રેન્ડ બદલાયો, વધુ ઘાતક અને ફેફસામાં ઝડપથી પ્રસરે છે, લોકોને બિન જરૂરી બહાર ન નિકળવા અપીલઃ પાલિકા કમિશનર

સુરત10 દિવસ પહેલા
પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ લોકોને નવા સ્ટ્રેનથી સચેત કર્યા.
  • હાલના ટ્રેન્ડમાં રેપિડ ટેસ્ટમાં નેગેટિવ હોય તો પણ લોકો પોઝિટિવ હોય શકેઃ પાલિકા કમિશનર

સુરતમાં હાલ કોરોનાનો ટ્રેન્ડ બદલાયો છે અને પહેલાં કરતાં વધુ ઝડપથી પ્રસરે છે અને વધુ ઘાતક છે. આ સાથે સાથે ફેફસામાં પણ ઝડપથી પ્રસરીને દર્દી માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. આ ઉપરાંત બદલાયેલા ટ્રેન્ડ માટે પાલિકા કમિશનરને જણાવ્યું હતું કે, હાલના ટ્રેન્ડમાં રેપિડ ટેસ્ટ નેગેટિવ હોય તો પણ લોકો પોઝિટિવ હોય શકે છે. જેથી સુરતીઓને વધુ તકેદારી રાખીને બિન જરૂરી બહાર ન નિકળવા તથા વર્ક ફ્રોમ હોમ કરીને કન્ટેઈનમેન્ટની કામગીરીમાં સહકાર આપવા માટે લોકોને અપીલ કરી છે.

વાઈરસનું સંક્રમણ છે તે પહેલાં કરતાં વધુ ચેપી અને ઘાતક
પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, હાલ સુરતમાં જે વાઈરસનું સંક્રમણ છે તે પહેલાં કરતાં વધુ ચેપી અને ઘાતક છે. અગાઉના સ્ટ્રેન હતા તેના કરતાં વધુ ચેપી અને વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે અને અલગ અલગ સમયે મલ્ટીફીકેશન થઈ રહ્યો છે. એટલું જ નહી પરંતુ આ વાઈરસ પહેલાં કરતાં ઝડપથી ફેફસામાં પ્રવેશીને ફેફસાને ઈન્કેક્ટ કરે છે અને ન્યુમોનિયાની અસર વધુ ઘેરી જોવા મળી રહી છે. હાલમાં સંક્રમણમાં લક્ષણો બદલાયા છે પોઝિટિવ હોય તેને કફ અને ફિવર ઘણી વાર હોતા નથી તેમ છતાં પોઝિટિવ હોવાનું બહાર આવી રહ્યું છે.

અશક્તિ અને ખાવામાં ઈચ્છા ન હોવી જેવા લક્ષણ
પાલિકા કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ પોઝિટિવ રેપિડ ટેસ્ટમાં નેગેટિવ પણ આવી શકે છે, પરંતુ તે પોઝિટિવ હોય શકે છે. જોઈન્ટ પેઈન, અશક્તિ અને ખાવામાં ઈચ્છા ન હોવી જેવા લક્ષણ પણ હાલ જોવા મળી રહ્યાં છે. આવા લક્ષણ હોય તો તે શરીરમાં ન્યુમોનિયા કરી શકે છે અને તેમાં શરીરની હાલત બગડી શકે છે. પહેલાં સંક્રમણનો ભોગ બનતાં તે પહેલાં પાંચથી સાત દિવસે ન્યુમોનિયા થતાં હતા હાલમાં તેનો સમયમાં ઘટાડો થયો છે.

લોકોને બિન જરૂરી બહાર ન નિકળવા અપીલ
પાલિકા કમિશનરે લોકોને વધુ કાળજી રાખવા માટે અપીલ કરી છે. સુરતની રહેણાંક વિસ્તારમાં જે સોસાયટી છે. તેમાં અનેકમાં ક્લબ છે તે ક્લબ બંધ રાખવા માટેની સૂચના આપી છે. આ ઉપરાંત લોકોને બિન જરૂરી બહાર ન નિકળીને વર્ક ફ્રોમ હોમ કરવા માટે અપીલ કરવામાં આવી છે. ખાસ અગત્યના કામ વિના લોકોને ઘરની બહાર ન નિકળવા માટેની વિનંતી કરવા સાથે સોસાયટીઓમાં લોકો બેસીને મળે છે. તેવી પ્રવૃત્તિ પણ ન કરવા માટે જણાવ્યું છે.

પાલિકા કમિશનર સંક્રમણ ધરાવતા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે.
પાલિકા કમિશનર સંક્રમણ ધરાવતા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે.

રિવર્સ ક્વોરન્ટીનની નીતિ અપનાવવા અપીલ
આપણી થોડા સમયની ખુશી માટે લોકોના જીવનું જોખમ ન થાય તેની કાળજી રાખવા માટે પાલિકા કમિશનરે જણાવ્યું છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, રિવર્સ ક્વોરન્ટીનની નીતિ અપનાવવામાં આવે તે હાલની સ્થિતિમાં જરૂરી બન્યું છે. બાળકો અને વડિલોને ચેપ ન લાગે તે માટે ખાસ તકેદારી રાખીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે જણાવ્યું છે.

પાલિકા કમિશનરે કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી.
પાલિકા કમિશનરે કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી.

પાલિકા અને પોલીસને સહકાર આપવા અપીલ
હાલમાં સંક્રમણ અટકાવવા માટે પાલિકા અને પોલીસ માઈક્રો કન્ટેઈનમેન્ટની કામગીરી કરી રહી છે અને લોકો તેમાં વધુ સહયોગ આપે તે જરૂરી છે. આ ઉપરાંત જે લોકો પોઝીટીવ આવી રહ્યાં છે. તેનું સંક્રમણ વધે નહીં તે માટે કોન્ટેક્ટ ટ્રેસીંગમાં પાલિકાને મદદરૂપ થઈને સંક્રમણ અટકાવી શકાય છે. હાલમાં જે વેક્સીનેશનની કામગીરી ચાલી રહી છે. તેના કારણે જે લોકો વેક્સીન લેવા પાત્ર છે. તેઓ વેક્સીન લે તે જરૂરી છે કારણ કે વેક્સીન લીધા બાદ હોસ્પીટલમાં દાખલ થવું પડે તેવી શક્યતા ઘટી જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો