પ્રોગ્રેસ ક્લબ દ્વારા શનિવારે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આંત્રપ્રિન્યોર માટે ‘સંકલ્પ સે સફલતા’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા સફલતાના મંત્ર આપવામાં આવ્યા હતા. ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં 7 હજારથી વધુ લોકોને સંબોધિત કરતાં જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, પરિવર્તન જીવનનો નિયમ છે. જીવન સતત પરિવર્તનશીલ છે. એમણે આ અંગે ઉદાહરણ આપતા જણાવ્યું કે, સાઇકલનું સ્થાન હવે બાઈકે લઈ લીધું છે, ટેલિફોનનું સ્થાન મોબાઈલે ફોને લઈ લીધું છે.
એ જ રીતે વ્યવસાયનું સ્થાન સાવ નવા જ અંદાજમાં આંત્રપ્રિન્યોરે લીધું છે. આ દેશનું જ નહીં પણ સમગ્ર વિશ્વનું ભવિષ્ય આંત્રપ્રિન્યોર છે. આજે દેશ સહિત દુનિયાભરમાં નવા નવા આંત્રપ્રિન્યોર સામે આવી રહ્યાં છે. આજે ભારતના યુવાધનને આંત્રપ્રિન્યોરશીપની સાચી સમજણ કરાવવી જરૂરી છે. તેમની આ યાત્રામાં દરેક પગલે સાથે ઊભા રહી, તેમનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ જીવનના દરેક ક્ષેત્રે સફલ થાય. આની સાથે જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે જો સફળતા હાંસલ કરવા એકાગ્રતા જરૂરી છે. એકાગ્રતાથી કશુ પણ અશક્ય નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.