હવામાન:આગામી 4 દિવસ શહેરમાં હળવા વરસાદની શક્યતા

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉકાઇનો ડિસ્ચાર્જ ઘટાડી 23588 ક્યુસેક
  • મહત્તમ પારો 31.9થી 33.4 ડિગ્રી રહેશે

છેલ્લા એકાદ સપ્તાહથી મેઘરાજાએ શહેરમાં પોરો ખાધો છે. જો કે, આગામી દિવસોમાં ફરી વરસાદની હેલી આવે તેવી શક્યતા છે. હવામાન વિભાગે સુરત માટે 5 દિવસનું ફોરકાસ્ટ જાહેર કર્યું છે. જે મુજબ આગામી 5 દિવસ સુધી આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેવાની શક્યતા છે. જો કે ભારે વરસાદની શક્યતા નહિંવત છે. છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

આ સાથે જ મહત્તમ તાપમાન 31.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 33.4 ડિગ્રી વચ્ચે રહેશે. અતિ હળવાથી હળવા વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ-પશ્ચિમ દિશાથી 12થી 21 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવનો ફૂંકાઇ શકે છે. શુક્રવારે શહેરમાં વરસાદ નોંધાયો ન હતો. મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 79 ટકા અને સાંજે 57 ટકા રહ્યું હતું. વેસ્ટ દિશાથી 7 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા.

ઉકાઇ ડેમની સપાટી 334 ફૂટ નોંધાઇ છે. ઇનફલો 66947 ક્યુસેક સામે આઉટફલો 23588 ક્યુસેક છે. ઉકાઇ ડેમમાંથી ડિસ્ચાર્જ ઓછો થતા તાપી નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે. વિયર કમ કોઝવે પર રાતે 8 કલાકે સપાટી 7.47 મીટર નોંધાઇ હતી. હથનુર ડેમમાંથી પણ ડિસ્ચાર્જ ઘટાડી 33090 ક્યુસેક કરાયો છે. જ્યારે હથનુર ડેમની સપાટી 209.42 મીટર નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...