આયોજન:વિવિધ સમસ્યા ઉકેલવા આજે પાલિકા કમિશનર સાથે ચેમ્બરનો વેબિનાર

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મંગળવારે પાલિકા કમિશનરે તમામ ઉદ્યોગોના આગેવાનો સાથે મિટિંગ કરી સોશ્યિલ ડિસ્ટન્સીન્ગમાં અને 50% સ્ટાફ સાથે નોન-કંટેઇન્મેન્ટ ઝોનમાં એકમો શરુ કરવા પરવાનગી આપી છે. તેમ છતાં લેબરનું વતન ગમન, પોલીસ દ્વારા એકમો બંધ કરાવા સહિતની સમસ્યાઓ સામે આવી રહી છે.આવા સંજોગોમાં ઘણા ઉદ્યોગકારો વગર કામની હેરાનગતિ ટાળવા એકમો શરુ કરતા નથી. ઘણાને કેન્ટેઈન્ટમેન્ટ નોન-કેન્ટેઈન્ટમેન્ટ ઝોન વિશે પૂરતી માહિતી નથી. આ બધી મૂંઝવણો વચ્ચે એકમો કઈ રીતે શરુ કરવા તે અંગે ચર્ચા કરવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પાલિકા કમિશનર સાથે12 વાગ્યે  વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...