તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને સમસ્ત પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે સુરત ડાયમંડ એસોસીએશન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સૌરાષ્ટ્ર પાટીદાર સોશિયલ ટ્રસ્ટ (સૌરાષ્ટ્ર ભવન), લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર અને ઉમિયાધામ– વરાછા, સુરતના સહયોગથી શુક્રવાર તા 1થી 3 જાન્યુઆરી દરમિયાન બપોરે 12:00થી રાત્રે 8:00 વાગ્યા સુધી ‘આત્મનિર્ભર મહિલા એકઝીબીશન’નું આયોજન કરવામાં આવ્યું છે.
જે કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજ વાડી ખાતે યોજાશે. આ એક્ઝિબિશનમાં મહિલા સાહસિકોને વિના મૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માંગતી મહિલાઓએ સમૃધ્ધિ બિલ્ડિંગ, નાનપુરા ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસ તેમજ સમસ્ત પાટીદાર સમાજની ઓફિસ ખાતેથી ફોર્મ મેળવી લેવાનું રહેશે. વધુ માહિતી માટે તેઓ 0261-2291111 પર સંપર્ક કરવાનો રહેશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.