તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રયત્ન:સુરતમાં એરપોર્ટને નડતરરૂપ બિલ્ડીંગ મુદ્દે ચેમ્બરની કમિટી એવિએશન મિનિસ્ટરને રજૂઆત કરશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટને નડતરરૂપ બિલ્ડીંગને લઈને ચેમ્બર દ્વારા કમિટી બનાવવામાં આવી છે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
એરપોર્ટને નડતરરૂપ બિલ્ડીંગને લઈને ચેમ્બર દ્વારા કમિટી બનાવવામાં આવી છે. (ફાઈલ તસવીર)
  • એરપોર્ટનો ઝડપથી વિકાસ થાય તે માટે પ્રયત્ન કરાશે

સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે ઘણા સમયથી માગ થઈ રહી છે. જો કે એરપોર્ટના રનવે નજીક ઊંચી ઈમારતોને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે નડતરરૂપ બાંધકામના પ્રોજેક્ટ મુદ્દે તેમનો પક્ષ અને ટેકનિકલ બાબતો પણ સાંભળવાની આવશ્યકતા દર્શાવી હતી. બેઠકમાં ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓનું મંતવ્ય જાણ્યા બાદ એરપોર્ટ સાથે સંકળાયેલા સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ, ઉદ્યોગકારો તથા શહેરની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓની કમિટી બનાવવાનું નક્કી કરાયું હતું. આ કમિટી દ્વારા તૈયાર થનારા પ્રેઝન્ટેશનને આધારે ૧૯ જૂનના રોજ એવિએશન મિનિસ્ટર સુરેશ પ્રભુને રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું. જો કે, આ બેઠકને લઇને ચેમ્બર વિરુદ્ધ ગણગણાટ શરૂ થયો છે. ખાસ કરીને નિર્ણય લેવાનું કામ સરકારી એજન્સીઓનું છે ત્યારે ચેમ્બરની આ મિટિંગની આવશ્યકતા જ નહિ હોવાનો પણ સૂર વહેતો થયો છે.

રિપોર્ટ તૈયાર થઈ રહ્યા છે
ફોસ્ટા અને સુરત ડાયમંડ એસોસિયેશન એ જણાવ્યું હતું કે, ટેક્સ્ટાઇલ સિટી સુરતનો પૂર્ણ કક્ષાના એરપોર્ટના અભાવે વિકાસ રુંધાઇ રહ્યો છે. ઝડપી વિકાસ માટે એરપોર્ટનું તાકીદે ડેવલપમેન્ટ થવું જોઇએ, જે માટે જે કોઇ પગલા ભરવા પડે તે ભરવા જોઇએ. એરપોર્ટ આડે અવરોધરૂપ પ્રોજેક્ટમાં કોણ ખોટું છે તેની સાથે મતલબ નથી, શહેર હિતમાં આગળ વધવું જોઇએ.બિલ્ડર્સ પ્રતિનિધિઓ એ જણાવ્યું હતું કે, નડતરરૂપ બાંધકામ પ્રોજેક્ટસમાં ખોટું જ કરાયું હોવાની વાતો ખોટી છે. ટેકનિકલ બાબતો સમજવાની પણ જરૂર છે. બિલ્ડર્સ દ્વારા કન્સલ્ટન્ટસ પાસે રિપોર્ટ પણ તૈયાર કરાવવામાં આવી રહ્યો છે. સરકારી એજન્સીઓની પ્રત્યેક સમયે વાત અને રિપોર્ટર્સ પણ જુદા હોય છે.

હિતની રજૂઆત થશે
હેતલ મહેતા (પૂર્વ પ્રમખ ચેમ્બર્સ ઓફ કોમર્સ, સુરત) એ જણાવ્યું હતું કે, કેટલાક કિસ્સામાં વિવિધ એજન્સીઓ વચ્ચે કામગીરી અટકી પડી છે, જેને લઇને એરપોર્ટ ડેવલપમેન્ટના કામો અટકી ગયા છે. આ તબક્કે તમામને સાથે રાખી ઉકેલ નીકળે અને અન્ય શહેરોની માફક સુરતમાં પણ સમસ્યાઓ વચ્ચે એરપોર્ટના કામો આગળ વધે તે હેતુથી બેઠક રાખવામાં આવી હતી. યોગ્ય અને શહેર હિતની રજૂઆતો જ સરકારમાં કરવામાં આવશે.