ધંધાકીય તાલીમ:સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફેબ્રિક એકસપોર્ટનો વ્યાપ વધારવા ઉદ્યોગ સાહસિકો માટે ‘કન્વેન્શનલ વિવિંગ’ટ્રેનીંગ કોર્સ શરૂ કરાયો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
એકસપોર્ટ વધારી આંતરરાષ્ટ્રીય વેપારનો વ્યાપ વધારી શકાય તેવા હેતુથી કોર્સ શરૂ કરવામાં આવ્યો હોવાનું પ્રમુખે જણાવ્યું હતું. - Divya Bhaskar
એકસપોર્ટ વધારી આંતરરાષ્ટ્રીય વેપારનો વ્યાપ વધારી શકાય તેવા હેતુથી કોર્સ શરૂ કરવામાં આવ્યો હોવાનું પ્રમુખે જણાવ્યું હતું.
  • ઝીરો ડિફેકટ કવોલિટી ફેબ્રિક બનાવી એકસપોર્ટનો વ્યાપ વધારી શકાય તે હેતુથી ચેમ્બરનો પ્રયાસ

કાપડ ઉદ્યોગમાં ઝંપલાવનારા ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગનું પાયાનું નોલેજ મળી શકે તે માટે ચેમ્બર દ્વારા ‘ફેબ્રિક આઇડેન્ટીફિકેશન’શોર્ટ ટર્મ કોર્સ શરૂ કર્યા બાદ સમયની માંગ મુજબ ઉદ્યોગ સાહસિકોને વણાટ ઉદ્યોગની ઊંડી સમજ આપી શકાય, ઝીરો ડિફેકટ કવોલિટી ફેબ્રિક બનાવી શકાય તેમજ તેના થકી એકસપોર્ટ વધારી આંતરરાષ્ટ્રીય વેપારનો વ્યાપ વધારી શકાય તેવા હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (જી.એફ.આર.આર.સી.) દ્વારા ચાર મહિનાનો ‘કન્વેન્શનલ વિવિંગ’ ટ્રેનીંગ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.

સંપૂર્ણ તાલિમ અપાશે-ચેમ્બર
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, આ કોર્સ બાદ ઉદ્યોગ સાહસિકો વિવિંગ પ્રોસેસથી સંપૂર્ણપણે માહિતગાર થશે. જુદા–જુદા યાર્ન તથા ફેબ્રિકસની તેમજ તેની કવોલિટીની ઓળખ સરળતાથી કરી શકશે. પોતાના ઉદ્યોગ – ધંધાને વધુ સારી કવોલિટી પ્રોડકટ્‌સ સાથે આગળ ધપાવી શકશે. ઝીરો ડિફેકટ ફેબ્રિકની સાથે નવી કવોલિટી બનાવી શકશે અને ફેબ્રિકસમાં કવોલિટી પ્રોડકશન માટે જે ખામીઓ ઉભી થાય છે તેના નિવારણ માટે એનાલિસિસ કરી શકશે.

ખામી અને ઉપાયો વિશે માહિતી અપાશે
જીએફઆરઆરસીના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ કોર્સ સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે, કોર્સ દરમ્યાન યાર્નની જરૂરિયાત, ટવીસ્ટીંગ–વોર્પિંગ–સાઇઝીંગ જેવી પ્રિપરેટરી પ્રોસેસ, ડ્રોઇંગ એન્ડ ડેન્ટીંગ, વિવિંગ મશીન (લૂમ)ના વિવિધ મોશન, લૂમ્સ ઉપર સેટીંગની પદ્ધતિ, મેઇન્ટેનન્સ શેડયુલ અને ફેબ્રિકની ખામી તથા તેના ઉપાયો વિશે ભણાવવામાં આવશે. સાથે જ યાર્ન અને ફેબ્રિકસનો ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કયા પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.