તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:પેટ્રોલ-ડિઝલના ભાવ ન ઘટેે તો ઓગસ્ટમાં ચક્કાજામ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસો.એ ચીમકી ઉચ્ચારી

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને લઈ લોકોમાં દિવસે દિવસે કચવાટ વધી રહ્યો છે. ત્યારે ઈંધણના ભાવ વધારાને લઈ સુરત ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સોમવારને ‘બ્લેક ડે’ જાહેર કરી વિરોધ કરાયો હતો. એસોસિએશને ચીમકી આપી હતી કે, જો પેટ્રોલ અને ડિઝલનો ભાવ નહીં ઘટે તો ઓગસ્ટમાં ચક્કાજામ કરાશે.

ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે તારીખ 28મી જૂને ‘બ્લેક ડે’ મનાવ્યો હતો. જે અંતર્ગત વાહનો પર કાળા ઝંડા લગાવાયા હતાં. ભાવવધારાને લઈ સંસ્થાએ કલેક્ટરને આવેદનપત્ર અાપ્યું હતું. હવે જો પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે તો ઓગસ્ટમાં હાઈવે ચક્કાજામેની ચિમકી ઉચ્ચારી છે. સુરત ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલેએ કહ્યું, પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જો ભાવ કંટ્રોલ નહીં કરવામાં આવશે તો ચક્કાજામ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...