તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:ચકચારી અમી શાહ હત્યા કેસમાં 2 નણંદ હાઇકોર્ટમાં નિર્દોષ, સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ચકચારી અમી શાહ હત્યા કેસમાં સંડોવાયેલી બંને નણંદ બહેનોને હાઇકોર્ટે નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો હતો. અગાઉ આ અપહરણ અને હત્યાના કેસમાં સ્થાનિક સેશન્સ કોર્ટે આરોપી બહેનોને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. આ સજા સામે હાઇકોર્ટમાં અપીલ કરાય હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, સાંયોગિક પુરાવાના કેસમાં સંયોગો યાને કમ્પ્લિટ ચેઇન હોવી જોઇએ પરંતુ હાલના કેસમાં તેમ જણાતુ નથી. કામરેજ પોલીસની હદમાં 14મી ઓકટોબર, 2007ના રોજ એક મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં જે અમી શાહ નીકળી હતી.

મિલકતના વિવાદમાં અમી શાહની નણંદ બિના શાહ અને ફાલ્ગુની શાહે અપહરણ અને હત્યાને અંજામ આપ્યો હોવાનું ખુલતા બંનેને ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપી સંજય આહિર તાજનો સાક્ષી બની ગયો હતો. 2016માં આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. એડવોકેટ ગૌતમ દેસાઈ અ્ને કિશન દહિયાની દલીલો બાદ હાઇકોર્ટમાં બંનેને નિર્દોષ છોડતો હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો