તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પ્રથમ વર્ષ પાસ કરી અભ્યાસ છોડનારને પણ સર્ટિ અપાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજું વર્ષ પાસ કર્યા બાદ ડિપ્લોમા અને ત્રીજુ વર્ષ પાસ કરતા વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીને ડિગ્રી આપશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આજે વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લેવા જઈ રહી છે. વિદ્યાર્થીઓ જેટલો અભ્યાસ કરશે એટલા જ સર્ટિફિકેટ કે ડિગ્રી યુનિવર્સિટી આપશે એટલે કે, વિદ્યાર્થી પહેલું વર્ષ પાસ કર્યા બાદ અભ્યાસ છોડે તો સર્ટિ, બીજું વર્ષ પાસ કર્યા બાદ અભ્યાસ છોડે તો ડિપ્લામા અને ત્રીજા વર્ષ પાસ કરતા ડિગ્રી અપાશે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ તેના અમલ કરાવનાર ગુજરાત પહેલું રાજ્ય બનશે, તેવી જાહેરાત ગુજરાત સરકાર તરફથી કરાય હતી. જે પછી યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન. ચાવડાએ તેની પર ભાર મૂકયો છે.

વિદ્યાર્થીઓના હિતમાં કુલપતિ ડો.કે.એન.ચાવડાએ શુક્રવારની એકેડેમિક કાઉન્સિલની મિટિંગમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની બાબત મૂકી છે. યુનિવર્સિટીના ટાસ્ફફોર્સ કમિટીના રિપોર્ટ મુજબ અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ જેટલો અભ્યાસ પૂર્ણ કરે એટલી જ ડિગ્રી આપવી. અંડર ગ્રેજ્યુએટનો વિદ્યાર્થી એક વર્ષ પાસ કરીને પછી અભ્યાસ છોડે તો તેને સર્ટિફિકેટ આપવું, બીજુ વર્ષ પાસ કરીને અભ્યાસ છોડે તો ડિપ્લોમાં ડિગ્રી આપવી અને ત્રીજા વર્ષ પાસ કરશે તો તેને બેચલરની ડિગ્રી આપવી. એ જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થી પહેલા વર્ષ બાદ અભ્યાસ છોડશે તો તેને ડિપ્લોમા ડિગ્રી અને બીજુ વર્ષ પૂર્ણ કરશે તો પોસ્ટની ડિગ્રી અપાશે.

યુનિવર્સિટીએ ટાસ્કફોર્સ બનાવી હતી
કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિને લાગુ કરવા માટે વીએનએસજીયુ દ્વારા ટાસ્કફોર્સ કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીમાં સામેલ ડો.કિશોર પોરિયા, ડો.સેજલ દેસાઇ અને ડો.ભાણાએ આ બાબતે અભ્યાસ કર્યા બાદ બનાવેલા રિપોર્ટમાં આ બાબતો સામેલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...