• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Central Zone Has The Lowest Expenditure Of 13 Thousand Cases, 13.37 Crore, The Highest Expenditure Of 34 Thousand Cases Is 6.83 Crore.

ભાસ્કર એનાલિસિસ:સેન્ટ્રલ ઝોનમાં સૌથી ઓછા 13 હજાર કેસ ત્યાં 13.37 કરોડ અઠવામાં સૌથી વધુ 34 હજાર કેસ ને ખર્ચ કર્યો 6.83 કરોડ

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત પાલિકાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત પાલિકાની ફાઈલ તસવીર.
  • કોરોનાની સારવાર માટે પાલિકાએ દર્દી દીઠ રૂ. 25654 લેખે કુલ 416 કરોડનો ખર્ચ કર્યો
  • રાંદેરમાં 18.40 કરોડ, કતારગામ ઝોનમાં 6.83 કરોડ અને સરથાણામાં 2.11 કરોડનો ખર્ચ કરાયો
  • પાલિકાએ અઢી વર્ષમાં 6.20 કરોડની પીપીઇ કીટ અને માસ્ક ખરીદ્યા
  • CSK ટીમ પ્રેક્ટિસ માટે સુરતમાં, ધોની મુંબઈથી બાય રોડ સુરત આવ્યા, રાયડુ સહિતના 36 ફ્લાઇટથી આવ્યા

કોરોનાકાળના અઢી વર્ષમાં પાલિકાએ કુલ 416 કરોડનો ખર્ચ કર્યો છે. સેન્ટ્રલ ઝોનમાં સૌથી ઓછા કેસ હતા ત્યાં 13.37 કરોડ જ્યારે અઠવામાં સૌથી વધુ કેસ હતા ત્યાં રૂ. 6.83 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. રૂા.415 કરોડના ખર્ચ સામે રાજ્ય સરકારે રૂા.377.50 કરોડની ગ્રાન્ટ પાલિકાને ફાળવી દીધી છે. નાણાકીય વર્ષ 2021-22 પૂર્ણ થવાને એક મહિનાનો સમય બાકી છે ત્યારે કોરોનાનો ખર્ચ વધવાનો અંદાજ છે.

પાલિકાએ ખર્ચને પહોંચી વળવા માટે વધુ રૂા.160 કરોડની ગ્રાન્ટની ડિમાન્ડ રાજ્ય સરકાર પાસે કરી છે. કોરોનાકાળમાં સૌથી વધુ ખર્ચ કતારગામ ઝોનમાં રૂા.18.40 કરોડ અને સૌથી ઓછો ખર્ચ વરાછા-બી (સરથાણા)માં રૂા.2.11 કરોડ થયો છે. સૌથી વધારે ખર્ચ લોજીસ્ટિક્સમાં રૂા.123 કરોડ, દવામાં રૂા.73 કરોડ, મેડિકલ સાધનો-કિટમાં રૂા.70 કરોડ, માનવ સંસાધનો માટે રૂા.86 કરોડ થયો છે. જ્યારે ધન્વંતરી રથમાં રૂા.3.73 કરોડ, માસ્કમાં રૂા.4.16 કરોડ અને પીપીઇ કીટમાં રૂા.2.04 કરોડનો ખર્ચ કર્યો છે.

ઓક્સિજન માટે 42 કરોડ, ધન્વંતરી રથ પાછળ 3.73 કરોડનો ખર્ચ થયો

વિગત20212022કુલ
ધન્વંતરી રથ0.343.283.73
ડાયગ્નોસટિક્સ-કિટ58.1412.1770.37
ડ્રગ એન્ડ કન્ઝ્યુમેબલ્સ32.7939.7173.42
એચઆર32.4152.6386.65
આઇઇસી-બીસીસી3.283.87.23
લોજીસ્ટીક્સ52.8770.14123.19
માસ્ક31.14.16
પી.પી.ઇક ીટ20.022.04
ટ્રીટમેન્ટ રીલેટડ(ઓક્સિ.)16.3925.9342.4
એકોમોડેશન-2.232.28
કુલ201.26211.12415.54