આરોગ્ય તંત્ર એલર્ટ:સુરતમાં કોવીડ-19, સીઝનલ ફ્લૂ- H3N2ની પરીસ્થિતિ પર નજર રાખવા સેન્ટ્રલ ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરુ કરાયો

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના અને H3N2 ને લઇ સુરત મનપા દ્વારા ઇમરજન્સી કંટ્રોલ રૂમ સેન્ટર શરૂ કરાયું છે.

સુરતમાં પ્રવતમાન કોવીડ-190- સીઝનલ ફ્લૂ- H3N2ની પરીસ્થિતિને ધ્યાને લઇ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. મનપા દ્વારા ખાસ આજથી સુરત શહેરમાં સેન્ટ્રલ ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ ICCC ખાતે શરુ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમમાં મનપાના 10 સ્ટાફ તેમજ બે ડોક્ટર મારફતે કોરોના, સીઝનલ ફ્લૂ તેમજ H3N2 ના જે પણ કેસ આવશે તેનું મોનીટરીંગ અહીંથી કરવામાં આવશે.

સુરત મનપા આરોગ્ય તંત્ર એલર્ટ
સમગ્ર ગુજરાતમાં અને સુરતમાં પણ કોરોનાના ધીમે ધીમે કેસો વધતા હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઇ સુરત મનપાનું તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે.પ્રવતમાન કોવીડ-19/સીઝનલ ફ્લુ/H3N2 ની પરીસ્થિતિને ધ્યાને લઇ સુરત મનપા કમિશ્નર શાલીની અગ્રવાલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં ડે. કમિશ્નર, આરોગ્ય અધિકારીઓ, માઈક્રોબાયોલોજી પ્રોફેસર, સ્મીમેર સુપ્રીટેન્ડન્ટ, નાયબ આરોગ્ય અધિકારીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

વિશેષ કંટ્રોલ રૂમની આજથી શરૂઆત કરાઈ
આ બેઠકમાં હાલના કેસોની સમિક્ષા કરવામાં આવી હતી. તેમજ આજથી ઉધના મગદલ્લા સ્થિત સેન્ટ્રલ ઈમરજન્સી કંટ્રોલ રૂમ ICCC ખાતે શરુ કરવામાં આવ્યો છે. તેમજ અર્બન હેલ્થ સેન્ટર્સના 120 જેટલા ડોક્ટર્સ તથા 650 પેરા મેડીકલ સ્ટાફની ટ્રેનિંગ હાલમાં પૂર્ણ કરવામાં આવી છે. પ્રાઇવેટ પ્રેકટીશ્નરને પણ આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે. ઝોન વાઈઝ રેપીડ રિસ્પોન્સ ટીમ કાર્યાવિન્ત કરવામાં આવેલ છે. જે TTTIQ (ટ્રેક, ટેસ્ટ, ટ્રીટ, આઇસોલેશન, કોરોન્ટાઈન) કામગીરી કરે છે.

વધુમાં હાલમાં સુરત મહાનગરપાલિકા ખાતે જરૂરી RTPCT ટેસ્ટ કીટ તેમજ જરૂરી દવાઓ ઉપલબ્ધ છે. અને આગામી તા.18 માર્ચ શનિવારના રોજ તમામ ગવર્મેન્ટ PSA પ્લાન્ટ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શહેરીજનોને અપીલ છે કે જો ફ્લુ (શરદી,ખાંસી,તાવ) જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી જરૂરી નિદાન તથા સારવાર કરાવે તેમજ કોવીડ એપ્રોપ્રીએટ બીહેવિયરનું પાલન કરે.

કોરોના - H3N2 ના જે પણ કેસ આવશે તેના તેનું કંટ્રોલ રૂમથી મોનીટરીંગ કરાશે
નાયબ આરોગ્ય અધિકારી ડો. રીકીતા પટેલે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન કોવીડ-19, સીઝનલ ફ્લુ તેમજ H3N2 ના રોગચાળા અંગેની સમીક્ષા બેઠક મળી હતી. તેમજ આજથી કંટ્રોલરૂમની શરુઆત કરવામાં આવી છે. આ કંટ્રોલરૂમમાં મનપાના 10 સ્ટાફ તેમજ બે ડોક્ટર મારફતે કોરોના, સીઝનલ ફ્લુ તેમજ H3N2 ના જે પણ કેસ આવશે. તેનું મોનીટરીંગ અહીંથી કરવામાં આવશે. આ ઉપરાંત જે પણ પોઝિટિવ દર્દીઓ તેમજ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને ટેલિફોનિક ફોલોઅપની કામગીરી પણ કરવામાં આવશે. જો દર્દીને ઘરે વધુ સારવારની જરૂર પડશે તો તાત્કાલિક એપેડેમીક રિસ્પોન્સ ટીમ કાર્યરત કરીને પણ દર્દીઓની સારવાર સુનિશ્ચિત કરવામાં આવશે .

સુરત મનપાના તમામ ઝોનમાં રેપીડ રિસ્પોન્સ ટીમ કાર્યરત
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત મનપા ખાતે હાલમાં તમામ ઝોનમાં પણ રેપીડ રિસ્પોન્સ ટીમ પણ કાર્યરત કરવામાં આવી રહી છે. લોકોએ સીઝનલ ફ્લુ કે કોરોનાને લઈને ગભરાવવાની જરૂર નથી પરંતુ લોકોને તકેદારી રાખવાની જરૂર છે. લોકોને કોઈ લક્ષણ હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંર્પક કરી નિદાન કરાવે અને લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તેવી તમામ શહેરીજનોને અપીલ છે.

અન્ય સમાચારો પણ છે...