વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે શહેર અને જિલ્લામાં મળીને કુલ ગત રોજ કોરોનાના 690 કેસ નોંધાયા છે. જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં બે હજારને પાર કરી 2086 પર પહોંચી ગઈ છે. છેલ્લા પાંચ દિવસમાં સિટીનો અઠવા ઝોન કોરોના એપી સેન્ટર બન્યો હોવાનું સામે આવ્યું છે. આજે અઠવા ઝોનમાં એકલામાં જ 295 કેસ સામે આવ્યાં છએ. 40 ટકા કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે. આ સાથે રાંદેર ઝોનમાં પણ કેસનો વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયક પણ કોરોના સંક્રમિત થયાં છે.
બસમાં 50 ટકા જ મુસાફરોને બેસાડાશે
સુરત શહેરમાં હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇને જાહેર પરિવહન સેવાની અંતર્ગત ચાલતી બી.આર.ટી.એસ અને સિટીબસ સેવા તારીખ 06 / ૦1 /2022 ના રોજથી 50% કેપેસિટીથી ચલાવવામાં આવશે . તેમજ સંક્રમણ ન ફેલાય તે માટે બસના દરવાજા ખુલ્લા રાખવામાં આવશે . વધુમાં શહેરીજનોએ કોવિડ -19નો ફેલાવો અટકાવવા માટે કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર દ્વારા વખતો વખત નિર્દેશિત કરવામાં આવેલ ગાઈડલાઈન્સનો અમલ કરવાનો રહેશે અને મુસાફરી દરમ્યાન ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે સોશિયલ ડિસ્ટનર્સિંગ જાળવવાનું રહેશે તેમજ મુસાફરી દરમ્યાન કોવીડ વેક્સીન લીધાનું સર્ટિફિકેટ સાથે રાખવાનું રહેશે . શહેરીજનોએ આ બાબતે સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે.
58 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
રાયન સ્કુલ, ફાઉન્ટેડહેડ સ્કુલ (૦૩), વીએનએસજીયુ (૦2), શાધના સ્કુલ, સ્કેટ (૦૩), ડીપીએસ (૦7), એલેન ક્લાસ, જે એચ અંબાણી (૦૩), અગ્રવાલ વિધ્યાવિહાર, એસ ડી જૈન (૦૩), તાપ્તીવેલી (૦2),ગુરુકૃપા સ્કુલ, સુમન સ્કુલ નવાગામ, એક્ષ્પરી મેન્ટલ, સેવન્થ ડે(૦4), સંસ્કારદીપ, જી ડી ગોઈન્કા (૦2), પી પી સવાણી (૦2), વનિતા વિશ્રામ કોલેજ, રેડિયન્ટ સ્કુલ, એસવીએનઆઈટી, એસ પી બી કોલેજ, સંસ્કારભારતી (૦૩), એલ પી સવાણી (૦2), લોકમાન્ય સ્કુલ, સ્વામિનારાયણ (૦2), ગજેરા સ્કુલ, તપોવન સ્કુલ, ડાયમંડ સ્કુલ (૦2), આશાદીપ સ્કુલ, વેદ વ્યાસ સ્કુલ, મહેશ્વરી વિધ્યાપીઠ જેવી શાળાઓ તથા કોલેજમાં નોંધાયેલ છે.જે પૈકી રાયન સ્કુલ, ફાઉન્ટેડહેડ સ્કુલ, વીએનએસજીયુ, શાધના સ્કુલ, સ્કેટ, ડીપીએસ, એલેન ક્લાસ, જે એચ અંબાણી, અગ્રવાલ વિધ્યાવિહાર, એસ ડી જૈન, તાપ્તીવેલી,ગુરુકૃપા સ્કુલ, સુમન સ્કુલ નવાગામ, એક્ષ્પરી મેન્ટલ, સેવન્થ ડે, સંસ્કારદીપ, જી ડી ગોઈન્કા, પી પી સવાણી, વનિતા વિશ્રામ કોલેજ, રેડિયન્ટ સ્કુલ, એસવીએનઆઈટી, એસ પી બી કોલેજ, સંસ્કારભારતી, એલ પી સવાણી, લોકમાન્ય સ્કુલ, સ્વામિનારાયણ, ગજેરા સ્કુલ, તપોવન સ્કુલ, ડાયમંડ સ્કુલ, આશાદીપ સ્કુલ, વેદ વ્યાસ સ્કુલ, મહેશ્વરી વિદ્યાપીઠ જેવી શાળાઓમા જે તે વર્ગ બંધ કરવવામાં આવેલ છે. આ શાળાઓમાં કુલ 654 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવેલ છે.
બે સોસાયટી ક્લસ્ટર જાહેર
આજ રોજ પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 11 વ્યક્તિઓ અઠવા ઝોનના ઈચ્છાનાથ વિસ્તારના નહેરુ નગર (૦7), સીટી લાઇટ વિસ્તારની ઇન્દ્રપ્રસ્થ (૦4) એક જ ઘરમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.જેથી કુલ 343 ક્લસ્ટર ઝોન થયા છે.
સરકારી કચેરીમાં વેક્સિન વગર પ્રવેશ નહી
રાજ્યમાં કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગો, રાજયની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા ઉપક્રમોમાં આવતા મુલાકાતીઓએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોવાની અને તેના પ્રમાણપત્રના આધારે ખાતરી કર્યા બાદ જ કચેરીમાં પ્રવેશ અપાય તે અંગે તાજેતરમાં સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને સુરત શહેર-જિલ્લાની સરકારી કચેરીઓમાં કોરોનાની રસીના બંને ડોઝ લેનાર મુલાકાતી જ પ્રવેશ મેળવે તે હિતાવહ છે. જિલ્લા કલેકટર-મામલતદાર સહિતની સરકારી કચેરીઓમાં ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. જેથી વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા નાગરિકોએ પ્રવેશ કરવા અને રસી ન લીધી હોય તેવા અન્ય નાગરિકોએ બિનજરૂરી રીતે સરકારી કચેરીઓમાં પ્રવેશ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
પોઝિટિવ કેસનો આંક 1,46,379 પર પહોંચ્યો
આજ રોજ શહેરમાં 630 અને જિલ્લામાં 60 કેસ સાથે વધુ 690 કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 146379 થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2118 થયો છે. શહેરમાંથી 17 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં 142175 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2086 નોંધાઈ છે.
સિવિલના આરએમઓ સંક્રમિત
સુરત નવી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ કોરોના પોઝિટિવ થયાં છે. જેથી તેમને હોમ આઇસોલેશન હેઠળ ખસેડાયા છે. આરએમઓ કેતન નાયક ગત રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતે મળેલી બેઠકમાં હાજર હતાં. સુરત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આ રિવ્યૂ બેઠક મળી હતી. નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયક પોઝિટિવ આવ્યા તે અગાઉ સિવિલના પાંચ તબિબો કોરોનાગ્રસ્ત થયા છે.
વયસ્કો માટે 123 સેન્ટર પર રસીકરણ
18થી વધુ વયના વયસ્ક નાગરિકો માટે રસીકરણની કામગીરી પાલિકા દ્વારા યથાવત રાખવામાં આવી છે. કોવિશિલ્ડ રસીના પહેલા ડોઝ માટે 30 સેન્ટર બીજા ડોઝ માટે 82 સેન્ટર અને વિદેશ જનારા માટે 2 સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જ્યારે કોવેક્સિન રસી માટે 9 સેન્ટર શરૂ કરાયા છે. કુલ 123 સેન્ટર પર રસીકરણની કામગીરી ચાલી રહી છે.
ત્રીજી લહેરમાં સંક્રમણનો ટ્રેન્ડ બદલાયો
પહેલી-બીજી લહેર કરતાં હાલની ત્રીજી લહેરમાં સંક્રમણનો ટ્રેન્ડ બદલાયો છે. મંગળવારે શહેરમાં કોરોનાના નવા 415 કેસ સામે આવ્યા હતા, જેમાં 1થી 17 વર્ષના 73 બાળકો, 18થી 40ના 151 યુવાનો, 41થી 60ના 142 આધેડ જ્યારે 60થી વધુના 49 વૃધ્ધ સંક્રમિત થયા છે. આમ, બાળકો-યુવાનોને વધુ જોખમ જણાઈ રહ્યું છે. નવા કેસમાં 42 વિદ્યાર્થીઓ છે. વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે. 18ને રજા અપાઈ હતી.
પાંચ સોસાયટી ક્લસ્ટર જાહેર
નવા દર્દીઓ પૈકી પાલના ગ્રીન સીટી એપાર્ટમેન્ટમાં 6 અને નક્ષત્ર સોલિટરમાં 3 છે, જે તમામ એક જ પરિવારના છે. પાલિકાએ બંને એપાર્ટમેન્ટને ક્લસ્ટર જાહેર કરી બંધ કરાવ્યા હતા.આ જ રીતે પીપલોદના ઓપેરા હાઉસમાં 4 અને આવિષ્કાર રેસિડેન્સીમાં પણ 4 લોકો પોઝિટિવ આવ્યા હતા જે એક જ પરિવારના છે. કતારગામમાં ગજેરા સર્કલની લક્ષ્મી સોસાયટીમાં પણ એક જ પરિવારના 5 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અસરકારક કામગીરી શરૂ કરવા આદેશ
ત્રીજી લહેરની શરૂઆત સાથે જ પાલિકાએ બેઠકોનો દૌર શરૂ કર્યો છે. મંગળવારે પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ ઝોનલ ચીફોને જે રીતે બીજી વેવમાં અસરકારક કામગીરી કરવામાં આવી હતી, એ રીતે કામગીરી શરૂ કરવા આદેશ કરાયા છે. માઇક્રો કન્ટેઇનમેન્ટ, બેરીકેટીંગ, ટેસ્ટીંગ, ટ્રેસીંગ, ધન્વંતરી રથ, સંજીવની રથ, 104, 108 તમામ કામગીરી અસરકારક કરવા સુચના અપાઇ છે. શહેરમાં હાલમાં રોજ 13500 ટેસ્ટીંગ થઇ રહ્યા છે. જ્યારે માઇક્રો કન્ટેઇનમેન્ટની સંખ્યા વધીને 327 પર પહોંચી છે.
સરકારી હોસ્પિટલોને વિગતો એકત્રિત કરીને તેની સમીક્ષા કરવાની સૂચના
કોરોના કેસોમાં ઉછાળો આવતા જિલ્લા કલેક્ટરે રિવ્યુ બેઠક કરી હતી. આ સાથે સુરત પાલિકા કમિશનરે પાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સુરત શહેર જિલ્લામાં સતત કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે તેના કારણે હવે સુરત શહેર અને જિલ્લાની સ્થિતિ વધુ વકરી શકે તેવી શક્યતાઓ છે. જિલ્લાના તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન સહિતની તમામ વ્યવસ્થાઓને યોગ્ય રીતે કરવામાં આવે તેવી સૂચના આપી દેવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા તમામ ખાનગી હોસ્પિટલો સાથે આરોગ્ય અધિકારી યોગ્ય સંકલન કરે તેમજ સરકારી હોસ્પિટલોને પણ તમામ વિગતો એકત્રિત કરીને તેની સમીક્ષા કરવાની સૂચના આપી દીધી છે.
કોરોનાના સંક્રમણને અટકાવવા રણનીતિ તૈયાર કરવામાં આવી
જિલ્લાની સાથે સુરત શહેરમાં કૂદકે ને ભૂસકે વધી રહેલા કોરોના કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. પ્રતિદિવસ સુરતમાં કેસોમાં વધારો આવી રહ્યા છે. જેમાં શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત મળી આવતા તંત્રની દોડધામ વધી છે. શહેરમાં આગામી દિવસોમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતાને પગલે પાલિકા દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વેસુ ખાતે આવેલ સુડા ભવનમાં રીવ્યુ બેઠક કરવામાં આવી છે. જેમાં સુરત મહાનગરપાલિકાના 8 ઝોનના તમામ ઝોનલ અધિકારીઓ, પાલિકાની મુખ્ય કચેરીએના ડેપ્યુટી કમિશનર, પ્રાઇવેટ પ્રેક્ટિશનરો, સુરત સ્મીમેર હોસ્પિટલના સત્તાધીશો ઉપરાંત સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.
લોકો ઝડપભેર વેક્સિન લે તેના પર ભાર મૂકાયો
શહેરમાં જ્યાં આગામી દોઢ માસ દરમિયાન કેસો વધવાની શક્યતાઓ હાલ સેવાઇ રહી છે ત્યારે આ બેઠકમાં આગામી સમયમાં આગોતરી તૈયારીઓ અને હોસ્પિટલમાં મેડિકલ સહિત બેડની સુવિધાઓ સજ્જ રાખવા જેવી બાબતો ચર્ચાના મુખ્ય સ્થાને રહી હતી. સુરતમાં બાકી રહેતા લોકો ઝડપભેર વેક્સિન લે તેના પર ભાર આપવા કમિશ્નર દ્વારા સુચન કરાયું હતું. આ સિવાય હોસ્પિટલમાં અન્ય સુવિધાઓ અંગે પણ અધિકારીઓ સહિત ખાનગી પ્રેક્ટીશનરોને સૂચના આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.