સુરતના સમાચાર:વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુળમાં ત્રિવિધ પર્વની ઉજવણી, રૂસ્તમબાગ મંદિરમાં 1111 કિલો કેરીનો અન્નકુટ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંગાજળ તથા કેસર મિશ્રિત તાપી જળથી ભગવાનને અભિષેક કરાયો

સુરતના વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં ત્રિવિધ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન સ્વામિનારાયણના 192માં અંતર્ધ્યાન દિવસ, ભીમ એકાદશી તથા ગંગા દશહરાના પવિત્ર પર્વ પર સત્સંગ સમારોહ યોજાયો હતો. જેમાં ગુસ્કુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીના સાનિધ્યમાં ભગવાન સ્વામિનારાયણને જળનો અભિષેક કરવામાં આવ્યો હતો.ગંગાજળ તથા કેસર મિશ્રિત તાપી જળથી સંતો તથા હરિભક્તો દ્વારા અભિષેક કરાવાયો હતો. જ્યારે સ્વામિનારાયણ મંદિર રૂસ્તમબાગ સુરત દ્વારા ઠાકોરજીને 1111 કિલો કેરીનો અન્નકુટ ધરવામાં આવ્યો હતો.

21 પ્રકારની અલગ અલગ કેરીઓ
રૂસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઠાકોરજીને 1111 કિલો કેરીનો અન્નકુટ ધરવામાં આવ્યો હતો. જેમાં 21 પ્રકારની અલગ અલગ કેરીઓ ધરવામાં આવી હતી. જેની પ્રેરણા મહંત સ્વામી લક્ષ્મણજીવનદાસજી કરી હતી અને આયોજક કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામીના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.​​​​​​​

યજ્ઞમાં આહુતિ અપાઈ
" ઓમ નમો ભગવતે સ્વામિનારાયણાય નમઃ' મંત્રોચાર સાથે જળાભિષેક તેમજ શ્રી મહાવિષ્ણુયાગમાં જવ , તલ તથા ધી વગેરે હૂત દ્રવ્યોની આહૂતિઓ શ્રી દિવ્ય સ્વામી, વગેરે સંતો તથા યજ્ઞ મંડળના ભક્તોએ આપી ધન્યતા અનુભવી હતી.પુરાણી અક્ષરપ્રિયદાસજી સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ 192 વર્ષ પહેલા જેઠ સુદ દશમના દિવસે ગઢડા ગામે પાર્થિવ શરીર છોડી સ્વેચ્છાયે અક્ષરધામ સિધાવેલા તે અંતર્ધાન લીલાઓની કથામાં શ્રોતાઓને સંભળાવી હતી.

ગુજરાતમાં 30 વર્ષ રહ્યા
આ પ્રસંગે પ્રભુ સ્વામી તથા સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ ઉપસ્થિત સહુ ભાવિકોને કહ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે 30 વર્ષ ગુજરાતમાં વિચરણ કરી લોકોને સદાચારમય જીવન જીવતાં કર્યાં હતા. વ્યસન અને અંધશ્રદ્ધામાંથી લોકોને છોડાવી સુખીયા કર્યા હતા.એકાદશીના પવિત્ર દિવસે પ્રાતઃ કાળે ભક્તિનંદન ધનશ્યામ મહારાજને પંચામૃત તેમજ પુષ્પ પાંખડીથી અભિષેક કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...