રક્ષાબંધનની ઉજવણી:સુરતમાં રક્ષાબંધનના પર્વને લઇને કોલેજમાં અનોખી ઉજવણી, ત્રણ ફૂટની થીમબેઝ રાખડી તૈયાર કરી

સુરત3 મહિનો પહેલા
કોરોના વોરિયરની થીમ પર રાખડી બનાવી.
  • વેક્સિનેશનને લઈને જાગૃતિ હોય કે ઓલિમ્પિકમાં જીતેલા મેડલ્સ વાત હોય, રાખડી થકી લાગણી વ્યક્ત

સામાન્ય રીતે રક્ષાબંધન પૂર્વે કોલેજોમાં યંગસ્ટર્સ રાખડી બાંધી ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વખતની કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી ખાસ રીતે ઉજવણી કરવા થીમ બેઝ ત્રણ ફૂટ સુધીની રાખડી તૈયાર કરી ઉજવણી કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલીસી થીમ પર પણ રાખડી બનાવી
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ફેશન ડિઝાઇન કોલેજના યંગસ્ટર્સ દ્વારા અલગ અલગ થીમ પર આશરે 2થી 3 ફૂટ સુધીની રાખડી તૈયાર કરી ઉજવણી કરવામાં આવી છે. વેક્સિનેશન, ફરજિયાત માસ્ક, કોરોનાની બીજી વેવમાં ઉદ્દભવેલી સ્થિતિ અને કોરોના વોરિયર્સની શ્રેષ્ઠ કામગીરી, ઉપરાંત ગ્લોબલ વોર્મિંગના કારણે ઓક્સિજનની ઉણપ જેવી થીમ પર રાખડી તૈયાર કરવામાં આવી હતી. આ સિવાય કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલીસી અંતર્ગત જુના વાહનોને સ્ક્રેપ કરી પ્રદુષણ ઘટાડવા પ્રયાસ અને હાલ જ રમાયેલ ઓલિમ્પિકમાં ભારતને મળેલ ગોલ્ડ મેડલની થીમ પર અદભૂત ત્રણ ફૂટ સુધીની રાખડીઓ તૈયાર કરવામાં આવી હતી.

વેક્સિનેશન જાગૃતિની થીમ પર રાખડી બનાવી.
વેક્સિનેશન જાગૃતિની થીમ પર રાખડી બનાવી.

રાખડી થકી પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવી
સામાજિક અને સાંસ્કૃતિક સંદેશો આપવા માટે તહેવારો માધ્યમ બની જતા હોય છે. પોતાનો મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે ઘણી વખત તહેવારોના માધ્યમ થકી લોકો સુધી સરળતાથી પહોંચી જવાય છે. કોલેજના વિદ્યાર્થીઓએ પણ રક્ષાબંધન થકી પોતાનો સંદેશો જન-જન સુધી પહોંચાડવા પ્રયાસ કરાયો છે. વેક્સિનેશનને લઈને જાગૃતિ હોય કે ઓલિમ્પિક્સમાં જીતેલા મેડલ્સ વાત હોય રાખડી થકી પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલીસી થીમ પર રાખડી બનાવી.
કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલીસી થીમ પર રાખડી બનાવી.