ઉજવણી:ભવ્ય શોભાયાત્રા સાથે ડો.સૈયદના સાહેબના 78મા જન્મદિનની ઉજવણી

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી
  • દેશ-વિદેશના દાઉદી બોહરા સમુદાયના લોકો હાજર રહ્યાં
  • ઝાંપાબજાર , દેવડી ખાતે ‌ યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં દાઉદી બોહરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ ડો. સૈયદના સાહેબનો 78માે જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

દાઉદી બોહરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના 78મા જન્મદિવસની ઉજવણી ઝાંપાબજાર ખાતે કરાઈ હતી. દેવડી મુબારક ખાતે યોજાયેલા જન્મદિવસની ઉજવણીના ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી ડૉ. સૈયદના સાહેબને તેમના 78માં જન્મદિવસ અવસરે શુભેચ્છાઓ પાઠવી હતી.

દાઉદી બોહરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ દર વર્ષે ઈસ્લામીક કેલેન્ડર મુજબ રબીઉલ અવ્વલ મહિનાની 20મી તારીખે તેમના પિતા ડૉ. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના જન્મદિવસે જ પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે. આ વર્ષે પણ તેમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ દેશ-વિદેશથી ઉપસ્થિત થયેલા સમુદાયના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયુ હતું. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડૉ. સૈયદના સાહેબ સાથે ઝાંપાબજાર ખાતે બનાવવામાં આવેલા મંચ પરથી સરઘસનું નિરીક્ષણ કર્યુ હતું.

ડૉ. સૈયદના સાહેબે તેમના જન્મદિવસે ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રએ રાજ્ય અને સમગ્ર રાષ્ટ્રના વિકાસ માટે વિવિધ સમાજ-કલ્યાણના કાર્યક્રમોમાં ડૉ. સૈયદના સાહેબના આશીર્વાદ અને સમુદાયના સતત સમર્થનની આશા વ્યક્ત કરી હતી.

અલજામેઆ-તુસ-સૈફિયાહ એકેડેમીના વરિષ્ઠ અધિકારીઓ, પ્રોફેસરો અને સ્નાતકો માટે યોજાયેલા અલ-ઈસ્તિફાદા અલ-ઈલ્મીયાહ વાર્ષિક શૈક્ષણિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ડૉ. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ છેલ્લા બે અઠવાડિયાથી સુરતના ડુમસ ખાતે નિવાસ કરી રહ્યાં છે. હાલમાં તેમના જન્મદિવસ અવસરે સુરતના ઝાંપાબજાર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...