શહીદોનું સન્માન:કારગિલ વિજય દિવસની ઉજવણી, વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી તિરંગા યાત્રા યોજાઈ

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરથાણા જકાતનાકા ખાતેથી નીકળેલી યાત્રાનું સુરતના અલગ અલગ સ્થળે સન્માન. - Divya Bhaskar
સરથાણા જકાતનાકા ખાતેથી નીકળેલી યાત્રાનું સુરતના અલગ અલગ સ્થળે સન્માન.

આજે 26મી જુલાઈએ દેશભરમાં કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય સેવામાં હંમેશા અગ્રેસર સુરત શહેરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા ખાતે ફાઈટર પ્લેન સામે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે. સાંજે ઉજવણીમાં દેશની સેવા કરતા શહીદ થયેલા 12 જવાનોના પરિવારનું સન્માનિત કરવામાં આવશે

યાત્રાનું અલગ અલગ સ્થળે સન્માન
સરથાણા જકાતનાકા ખાતેથી નીકળેલી યાત્રાનું સુરતના અલગ અલગ સ્થળે સન્માન કરવામાં આવી રહ્યું છે. મીની બજાર સુધી યોજનારી યાત્રામાં અલગ અલગ સ્પોટ પર શાળાના વિદ્યાર્થીઓથી લઈને સામાજિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે.

પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા ખાતે ફાઈટર પ્લેન સામે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા ખાતે ફાઈટર પ્લેન સામે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

અલગ અલગ કાર્યક્રમો યોજાશે
જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી વિર જવાનોને ભાવાંજલી અને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. તે ઉપરાંત મેગા રક્તદાન શિબિર અને સપ્તરંગી કલાંજલીનું પણ આયોજન થયું છે. કારગીલ યુધ્ધ 1999માં ગુજરાતના 12 સહિત રાષ્ટ્રના 527 વિર જવાનો વિરગતિ પામ્યા છે.

શહીદ પરિવારોનું સન્માન થશે​​​​​​​
રાત્રે 8.30 કલાકે સરદાર સ્મૃતિભવન ખાતે ખુબ જ ગરીમાપૂર્ણ સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી સમર્પણ ગૌરવ સમારોહમાં 12 વિરશહીદ જવાનોના પરિવારોનું જાહેર અભિવાદન અને આર્થિક સહાય અર્પણ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...