તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાયદેસરની કાર્યવાહી:થર્ટી ફર્સ્ટની ટોળામાં ઉજવણી કરી તો નવા વર્ષની શરૂઆત જેલવાસથી થશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફૂટપાથ પર બેસીને નાસતો કરતા લોકોને આ વખતે બેસવા દેવાશે નહીં

નવા વર્ષને આવકારવા માટે શહેરીજનો દ્વારા ક્લબ, રિસોર્ટ કે, ફાર્મ હાઉસ પર પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ, આ વર્ષે કોરોનાને કારણે પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટના દિવસે પાર્ટી માટે પરમિશન આપવામાં આવશે નહીં. કોઈ પાર્ટીનું આયોજન કરાશે તો તેમની સામે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા અત્યારથી જ વોચ રાખવાની શરૂ કરી દેવામાં આવી છે. જે-તે પોલીસ સ્ટેશનનો સ્ટાફ સિવિલ ડ્રેસ વગર જ વોચ રાખશે.

ખાસ કરીને શહેરની આજુબાજુમાં આવેલા ફાર્મ હાઉસ પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવશે. શહેરમાં રાત્રે નવ વાગ્યા પછી કર્ફ્યુ છે પરંતુ તે પહેલા જાહેર રોડ પર કે, ક્લબ હાઉસ, હોટલ રેસ્ટોરન્ટના બેન્ક્્વીટ હોલમાં પણ પાર્ટીનું આયોજન કરી શકાશે નહીં. આ વર્ષે શહેરના જાહેર ક્લબો પર નવા વર્ષના આગમનની પાર્ટી કરવા માટે પરમિશન આપવામાં આવશે નહીં. જેના કારણે પોલીસને શંકા છે કે, લોકો ચોરી છૂપીથી શહેરની આજુબાજુમાં આવેલા ફાર્મ હાઉસ પર પાર્ટી કરી શકે છે. જેના કારણે પોલીસ દ્વારા અત્યારથી જ ફાર્મહાઉસ પર નજર રાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો