• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • CCTV Of People Running Away After Money Was Caught In Surat, Congress Secretary B Seen Running. Like This. Sandeep, Congress Called It A Conspiracy

75 લાખ ઝડપાયા પણ નેતાજી છટકી ગયા!:સુરતમાં કારમાંથી રૂપિયા પકડાયા બાદ ભાગતો શખ્સ CCTVમાં કેદ, દોડી રહેલા કોંગ્રેસના સેક્રેટરી બી. એમ. સંદીપ

સુરત14 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અવનવા ઘટનાક્રમો સામે આવી રહ્યા છે. આક્ષેપો અને પ્રતિ આક્ષેપો ચાલી રહ્યા છે. ત્યારે સુરતમાં સ્ટેટેસ્ટિક સર્વેલન્સ દ્વારા ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. કારમાંથી કોંગ્રેસનું સાહિત્ય પણ મળી આવ્યું હતું. જ્યારે એક વ્યક્તિ ભાગવામાં સફળ થઈ ગયો હતો. હવે આ ભાગતા વ્યક્તિનો સીસીટીવી સામે આવ્યો છે. જે પ્રમાણે ઝભ્ભા અને લેંઘામાં ભાગતો વ્યક્તિ કોંગ્રેસના સેક્રેટરી બી.એમ.સંદીપ હોવાનું કહેવાઇ રહ્યું છે. જોકે, કોંગ્રેસ દ્વારા તમામ આરોપો ફગાવી દેવામાં આવ્યા છે.

રીતસરના ગાડી છોડીને ભાગતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક વિધાનસભા વિસ્તારની અંદર સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જે શંકાસ્પદ વાહનમાંથી 75 લાખ મળ્યા હતા. તે કોંગ્રેસના હોવાની ચર્ચા હતી. પરંતુ આજે જે પ્રકારના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. તેને લઈને રાજકીય રીતે ભારે ચર્ચા થઈ રહી છે. સીસીટીવીમાં દેખાતો શખ્સ AICCના સેક્રેટરી બી. એમ. સંદીપ છે. તેઓ રીતસરના ગાડી છોડીને ભાગતા હોય તેવા સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે.

સુરતમાં જબરજસ્ત રાજકીય ગરમાવો આવી ગયો
કોંગ્રેસના AICCના સેક્રેટરી જે રીતે જાણે પોતાનો જીવ બચાવીને ભાગતા હોય તેવા સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યા છે. જે રીતે કારમાં 75 લાખ જેટલી મોટી રકમ ઝડપાઈ હતી. તેને કારણે પોતે ત્યાં હાજર ન હોવાનું પુરવાર કરવા માટે બી. એમ. સંદીપ કાર છોડીને ભાગ્યા હતા. જ્યારે સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા કાર ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે ત્રણ વ્યક્તિઓ હાજર હોવાનું જાણવા મળ્યું હતું. જે પૈકી બે ઝડપાઈ ગયા હતા અને એક ફરાર થઈ ગયો હતો. ફરાર થઈ ગયેલો વ્યક્તિ બી. એમ. સંદીપ હોવાનું કહેવાઇ રહ્યું છે. સમગ્ર ઘટનાને લીધે સુરતમાં જબરજસ્ત રાજકીય ગરમાવો આવી ગયો છે.

કારમાંથી કોંગ્રેસ પાર્ટીના પાર્કિંગ પાસ મળ્યા હતા
સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા જે રૂપિયા પકડી પાડવામાં આવ્યા હતા ત્યાંથી કોંગ્રેસ પાર્ટીના પાર્કિંગ પાસ મળી આવ્યા હતા. કાર પાસેથી આધારકાર્ડ મળી આવ્યું છે. આધારકાર્ડ બી.એમ. સંદીપનું હોવાનું જાણવા મળ્યું છે. જે કાર પાસેથી મળી આવ્યું હતું. આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા બી. એમ. સંદીપ સીસીટીવીમાં દોડતા જોવા મળ્યા છે.

મૂઠીઓ વાળી દોડતા નેતાજી સીસીટીવીમાં કેદ
ટીમ દ્વારા જ્યાંથી ઈન્નોવા કાર ઝડપી પાડવામાં આવી તે સમયે 100 મીટરના અંતરના સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી. જેમાં સંદીપ દોડતા હોય તેમ કેમેરામાં કેદ થયો છે. સફેદ પાયજામો અને લેંઘો પહેરીને મૂઠીઓ વાળી દોડતા વ્યક્તિ સંદીપ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કારમાંથી એક આધારકાર્ડ પણ સંદીપના નામનું મળી આવ્યું હતું.

સફેદ કપડાંમાં ભાગતો શખ્સ કેમેરામાં કેદ થયો હતો
સફેદ કપડાંમાં ભાગતો શખ્સ કેમેરામાં કેદ થયો હતો

રાહુલ ગાંધીની સભાના ખર્ચના રૂપિયા હોવાની ચર્ચા
કારમાંથી જે રૂપિયા 75 લાખ મળી આવ્યા હતા. તે કોંગ્રેસ પાર્ટીના હોવાની કબૂલાત કોંગ્રેસના નેતાઓ પણ કરી રહ્યા છે. સત્તાવાર રીતે તેમણે હજી સુધી મીડિયામાં કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ કેટલાક નેતાઓનું કહેવું છે કે, મહુવા ખાતે રાહુલ ગાંધીની જે જાહેર સભા યોજાઇ હતી. તેના આયોજન માટે જે ખર્ચ થવાનો હતો તેનું પેમેન્ટ ચૂકવવા માટે આ રૂપિયા લાવવામાં આવ્યા હતા.

ઉદય ગુર્જરના ફોટો કોંગ્રેસના નેતાઓ સાથેના સામે આવ્યા છે.
ઉદય ગુર્જરના ફોટો કોંગ્રેસના નેતાઓ સાથેના સામે આવ્યા છે.

ભાજપનું બદનામ કરવાનું ષડ્યંત્ર-કોંગ્રેસ
કોંગ્રેસના નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, આ ભાજપનું ષડ્યંત્ર છે. કોંગ્રેસને બદનામ કરવા તેઓ અલગ અલગ રીતે કારસા રચી રહ્યા છે. પરંતુ લોકો ગુમરાહ થવાના નથી. કોઈનું આધારકાર્ડ મળે કે કોંગ્રેસના કાર્ડ મળે તો એથી બીએમ સંદીપ સાબિત થતા નથી. તેઓ એ દિવસે સુરતમાં હતા જ નહીં. સાથે જ સીસીટીવીમાં એ સ્પષ્ટ પણ થતું નથી કે તેઓ સંદીપ છે.

અશોક ગેહલોત સાથેના ફોટો પણ સામે આવ્યા છે.
અશોક ગેહલોત સાથેના ફોટો પણ સામે આવ્યા છે.

ઉદય ગુર્જરના ગેહલોત સાથે ફોટો
મહિધરપુરામાં કારમાંથી ઝડપાયેલી લાખોની રોકડનું આખરે કોંગ્રેસ કનેક્શન સામે આવ્યું છે. ઝડપાયેલા બે આરોપીમાંથી ઉદય ગુર્જર નામનો શખ્સ કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. તે રાજસ્થાન યુથ કોંગ્રેસ સાથે સીધી રીતે સંકળાયેલો છે. અશોક ગેહલોત હોય કે પછી રઘુ શર્મા, દરેક સાથે તે જોવા મળે છે. તે રાહુલ ગાંધી ગાંધીની સભામાં પણ હાજર હતો.

અન્ય સમાચારો પણ છે...