નિર્ણય:સુએઝ લાઇન ડિસિલ્ટીંગ માટે તમામ ઝોનમાં રૂપિયા 9 કરોડના ખર્ચે CCTV કેમેરા ખરીદાશે

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 3 મહિનામાં જ 16 હજાર જેટલી ગટર ચોકઅપ થતાં ઉભરાવાની ફરિયાદો ઉઠી
  • વરસાદમાં​​​​​​​ ગટરિયા પૂરની કફોડી સ્થિતિમાં પણ કેમેરા ઉપયોગી સાબિત થશે

શહેરમાં ગટર લાઇનો ચોકઅપ થવાની ગંભીર સ્થિતિ ને પગલે સુએઝ લાઇન ડિસિલ્ટીંગ માટે તમામ ઝોનમાં 9 કરોડના ખર્ચે લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા સીસીટીવી કેમેરા ખરીદવાની જરૂરીયાત પાલિકાને જણાઇ છે. આ આધુનિક સીસીટીવી કેમેરા વડે સમૂળગા નેટવર્કમાં ક્યાંય પણ ચોકઅપ હશે અને કઈ વસ્તુ છે તેની સમગ્ર જાણકારી તંત્રને મળી જશે.

તેથી લાઇનો ક્યાંથી જામ થઈ છે તેનો મેપ ડ્રેનેજ વિભાગને મળી જતાં સમયનો બચાવ થતાં સુએઝ લાઇનોમાં ડિસીલ્ટીગ કરી ફરિયાદ તુરંત નિવારી શકાશે. તમામ ઝોનમાં ત્રણ મહિનામાં જ અધધધ 16 હજાર જેટલી ગટર ચોકઅપ થતાં ઉભરાવાની ફરિયાદો આવી છે ત્યારે વધુ વરસાદમાં ગટરિયા પૂરની કફોડી સ્થિતિ માં પણ કેમેરા ઉપયોગી સાબિત થઇ શકે છે.

નોનવૅજ વેસ્ટ, ગુટખા-પ્લાસ્ટિક થેલીઓ ચોકઅપનું કારણ
શહેરમાં 500 કિ.મી.થી વધું જાળ જેમ બિછાવાયેલી મેઇન ગટર લાઇનો સાથે સંકડાયેલી નાની-મોટી સુએઝ લાઇનોને મેઇન્ટેઇન રાખવા મહાપાલિકાના ડ્રેનેજ વિભાગને ભારે કસરત કરવી પડતી હોય છે. ખાસ કરીને ચોમાસા ટાણે અને પ્રિ-મોન્સૂનમાં સમૂળગું ડ્રેનેજ નેટવર્કને દૂરસ્ત રાખવાં તમામ ઝોન વિસ્તારમાં કામગીરી ચાલતી હોય છે. તેમ છતાં ડ્રેનેજ નેટવર્કમાં ગેરકાયદે કેમિકલનો નિકાલ થતો આવ્યો છે. કાપડની ચિન્ધીઓ, નોનવૅજ લારીઓનો વેસ્ટ, ગુટખા-પ્લાસ્ટિક થેલીઓ ફેંકાતી હોય જે લાઇનો ચોક અપ થવાની ગટરો ઉભરાવાની ફરિયાદો વધતી જ રહી હોવાનું ઝોનના ડ્રેનેજ ખાતાના ઇજનેરો જણાવે છે.

ડ્રેનેજ વિભાગ પાછળ વધુ ખર્ચની જોગવાઇ
પાલિકાના તમામ ઝોનમાં ઓનલાઇન અને ઓફલાઇન થયેલી 3 મહિનાની ફરિયાદોનો આંકડો 16 હજારને આંબી ગયો છે! આ ફરિયાદોના નિકાલ કરવામાં જ ડ્રેનેજ વિભાગે જોતરાયેલા રહેવું પડી રહ્યું છે. પાલિકાના બજેટમાં પણ સૌથી વધુ રૂ.300 કરોડના ખર્ચની ડ્રેનેજ વિભાગ પાછળ જોગવાઈ થાય છે.

16 હજારથી વધુ ગટર ચોકઅપ સહિતની ફરિયાદો

ઝોનફરિયાદ
રાંદેર1426
કતારગામ1672
લિંબાયત3100
ઉધના-એ2650
ઉધના-બી1398
અઠવા1053
સેન્ટર ઝોન3410
વરાછા-એ1060
વરાછા-બી511

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...