આયોજન:કામરેજથી વાલક સુધી સીસી રોડ, બે હેલ્થ સેન્ટર, સ્કૂલ મળી 169 કરોડના કામો મંજૂર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પહેલા જાહેર બાંધકામ સમિતિમાં કરોડોના વિવિધ 85 કામોને બહાલી
  • ડિંડોલીમાં 61 કરોડના ખર્ચે નવો બ્રિજ, ને.હા.8ને જોડતો 33 કરોડનો સીસી રોડ બનાવાશે

સુરત મહાનગર પાલિકામાં મળેલી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં 169 કરોડના વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં ડિંડોલી-ખરવાસા મેઇન રોડ પર સાંઇ પોઇન્ટ જંક્શન ખાતે 61 કરોડના ખર્ચે નવો ફલાય ઓવરબ્રિજ તથા રૂા.33 કરોડના ખર્ચે વાલક પાટિયાથી કામરેજ જંક્શન હાઇવેના જોડતા 5 કિલોમીટરના રોડને સીસી રોડ બનાવવાના મહત્વના કામોના અંદાજ મંજૂર કરવામાં આવ્યા છે. બેઠકમાં એજન્ડા ઉપરના 40 અને વધારાના 45 મળી કુલ 85 કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

વરાછા મેઇન રોડ પર વાલક પાટીયાથી કામરેજ જંક્શન સુધીના અંદાજીત 5.10 કિલોમીટર લંબાઇવાળો રસ્તો હાઇવે સાથે સીધી કનેક્ટિવિટી આપે છે. આ રોડ સીસી થવાથી ટ્રાફિકમાં સરળતા રહેશે. હાલમાં અતિભારે વાહન પસાર થતા હોવાના કારણે બિટ્યુમિન્સ સરફેસને વારંવાર રીસરફેસીંગ કરવાની નોબત આવે છે.

સીસી રોડ કરવાથી ઓછા મેઇન્ટેનન્સમાં વધુ લાંબી લાઇફ મળી રહેશે. ઉપરાંત મિડલ રીંગરોડ પર ડિંડોલી-ખરવાસા રોડ પર સાંઇ પોઇન્ટ જંક્શન ખાતે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતા બ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે. ફલાય ઓવરબ્રીજ બનવાથી ડિંડોલી ખરવાસા રોડની આસપાસના તમામ ગામોમાંથી શહેરમાં અવરજવર કરતા લોકોને ખુબ ઉપયોગી નિવડશે.

પનાસમાં ત્રણ વોક-વેનું રિ-ડેવલપમેન્ટ અને વરિયાવમાં ઢોર ડબ્બાના 4 કરોડના કામો મંજૂર
જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં મહત્વના અન્ય કામોમાં પનાસ ટેનામેન્ટથી કિંગ્સ કોર્નર જંક્શન સુધી બંને બાજુ નવો વોક-વે, એવરસાઇન વોક-વેથી પનાસ કેનાલ વોક-વે સુધીનો સુચિત નવો વોક-વે, હયાત જોગર્સ પાર્ક તથા પનાસ કેનાલથી બ્રેડલાઇનર સર્કલ સુધીના સાઇડ વોક-વેનું રી-ડેવલપોમેન્ટ કરવાના રૂા.14.37 કરોડના અંદાજ મંજૂર કરાયા છે. વરિયાવમાં ટી.પી 36, ફાઇનલ પ્લોટ નં 106 વાળી જગ્યામાં ઢોર ડબ્બા બનાવવાના 4 કરોડના અંદાજને મંજૂરી અપાઈ છે. તાજેતરમાં શહેરમાં નવા 3 ઢોર ડબ્બા બનાવવાની જાહેરાત કરાઇ હતી. જેમાંથી વરિયાવ ખાતેના અંદાજ મંજૂર કરાયા છે.

કનકપુરમાં આરોગ્ય કેન્દ્ર, અડાજણમાં સ્કૂલને મંજૂરી
શહેરમાં સામેલ થયેલા કનકપુર વિસ્તારમાં ડ્રાફ્ટ ટી.પી 34 (સચીન પાલી કનસાડ)માં 5.78 કરોડનાં ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અડાજણ બાપુ નગર ખાતે નવી પ્રાથમિક સ્કુલ અને 9 મીટર કે તેથી નીચેનાં રસ્તાને સિમેન્ટ કોંક્રિટ કરવાના 11.63 કરોડનાં અંદાજને જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...