ફરિયાદ:રાજહંસ ઈન્ફ્રા.ના મોવલિયા સહિત 9 સામે CBIએ રૂ.76 કરોડની ઠગાઇનો ગુનો નોંધ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંક ઓફ બરાેડાના આસિ.જનરલ મેનેજર ત્રિવેદીએ દિલ્હીમાં CBIને ફરિયાદ કરી
  • આરોપીઓમાં અજાણ્યા સરકારી કર્મચારીઓનું નામ સામેલ, ચોપડામાં પણ સુધારા કર્યાનો આરોપ

શહેરના જાણીતા બિલ્ડર સંજય મોવલિયા સહિત 9 વ્યક્તિઓ સામે બેંક સાથે 76.03 કરોડ રૂપિયાની માતબર રકમની ઉચાપત કરવાની ફરીયાદ સીબીઆઇને કરાઇ છે. સીબીઆઈ દ્વારા ગુનો નોંધી આરોપીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુંસાર 26 ડિસેમ્બર 2022ના રોજ બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભોલાનાથ ત્રિવેદી દ્વારા સીબીઆઈને એક ફરિયાદ કરવામાં આવી હતી.

આ ફરિયાદ મુજબ સુરતની રોયલ ટ્રેડ સેન્ટર સ્થિત મેસર્સ રાજહંસ ઈફ્રાબિલ્ડ એલએલપી દ્વારા સરકારી કર્મચારીઓ અને અજાણ્યા ખાનગી વ્યક્તિઓ સાથે ગુનાહિત કાવતરૂ રચી બેંક ઓફ બરોડાને મસમોટું આર્થિક નુકશાન પહોંચાડવાનુ કાવતરૂ ઘડાયું હતું.

આરોપ લગાવ્યો છે કે ગેરલાભ મેળવવા માટે બેંકમાંથી 76.03 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. આ પ્રકરણમાં આઈપીસીની 120 બી, 420 અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988ની કલમ 13(2) આર/ડબલ્યુ 13(1)(ડી) મુજબ કુલ 9 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તેમાં સુરતના રોયલ ટ્રેડ સેન્ટર ખાતે આવેલા મેસર્સ રાજહંસ ઈન્ફ્રાબિલ્ડ એલએલપી, સુરત પાર્લે પોઈન્ટ ઋતુરાજ શુભમ બંગલોઝમાં રહેતા સંજય પરષોત્તમ મોવલીયા, મનોજ પરષોત્તમ મોવલીયા, મિતેશ રણછોડ મોવાલીયા, રાજકોટની મહાદેવ વાડીમાં રહેતા સોહિલકુમાર રાવજીભાઈ મંડનકા, સુરત ઘોડદોડ રોડ ગ્રીન એવન્યુમાં રહેતા પુખરાજ ગોકુલચંદ શાહ, સુરત વેસુના સન્મતિ સદનમાં રહેતા આશીષ અજીત જૈન. આ ઉપરાંત એક અજાણ્યા સરકારી કર્મચારી અને એક ખાનગી વ્યક્તિ સહિત કુલ 9 વ્યક્તિઓના નામ સામેલ છે. 31 ડિસેમ્બરના રોજ આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો હતો.

ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટ ખોટા રજૂ કરાયા
76 કરોડ રૂપિયાની માતબર રકમની ઉચાપતની જાણ થયા બાદ બેંક ઓફ બરોડા દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે આ ફર્મના ભાગીદારોએ ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટ ખોટા બતાવ્યા હતા અને ચોપડામાં પણ કેટલાક સુધારા કર્યા હતા. આ ઉપરાંત એકાઉન્ટીંગ પ્રોસીજરને પણ સંપૂર્ણ રીતે અનુસરવામાં આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...