તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Cavit Supreme Court Accepts Provisional Application Filed By South Gujarat Farmer Leaders On The Issue Of Section 74 Of The Cooperative Act

ખેડૂતોની કેવિયેટ સુપ્રીમે સ્વીકારી:સહકારી કાયદાની કલમ 74ના મુદ્દે દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણીઓએ દાખલ કરેલી પ્રોવિઝનલ એપ્લિકેશન કેવિયેટ સુપ્રીમ કોર્ટે સ્વીકારી

સુરત21 દિવસ પહેલા
દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણીઓ વિક્રમસિંહ કનકસિંહ માંગરોલા અને અતુલ પટેલે સુપ્રીમ કોર્ટમાં પ્રોવિઝનલ એપ્લિકેશન-કેવિયેટ દાખલ કરી છે
  • કલમ 74-સીને 26 કરવાના સુધારાને ગુજરાત હાઇકોર્ટે ગેરકાયદે અને ગેરબંધારણીય ઠેરવ્યો હતો

નિર્દિષ્ટ સહકારી ખાંડ મંડળીઓને પ્રાથમિક સહકારી મંડળીઓમાં ફેરવવાના રાજ્ય સરકારના સહકાર વિભાગના કાયદા સુધારાઓની કલમ 74-સીને 26 કરવાના સુધારાને ગુજરાત હાઇકોર્ટે ગેરકાયદે અને ગેરબંધારણીય ઠેરવી સુગર મંડળીઓ અને ખેડૂતોના પક્ષમાં ચુકાદો આપતા રાજ્ય સરકારની સ્થિતિ કફોડી થઇ છે. ગુજરાત સરકાર હાઇકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારે તે પહેલા દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણીઓ વિક્રમસિંહ કનકસિંહ માંગરોલા અને અતુલ પટેલે સુપ્રીમ કોર્ટમાં પ્રોવિઝનલ એપ્લિકેશન-કેવિયેટ (ક્રમાંક14499-2021) દાખલ કરતા સુપ્રીમે આ કેવિયેટ સ્વીકારી છે.

અરજદારોની દલીલને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી
અરજદારોની માગ છે કે, ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર પડકારે તો એક તરફી સુનાવણી કરવાને બદલે સુગર મંડળીઓ અને ખેડૂતોનો પક્ષ પણ સુપ્રીમ કોર્ટ સાંભળે. આ દલીલને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે.

કલમ 74-સીને 26 કરવાના સુધારાને ગુજરાત હાઇકોર્ટે ગેરકાયદે અને ગેરબંધારણીય ઠેરવ્યો હતો
કલમ 74-સીને 26 કરવાના સુધારાને ગુજરાત હાઇકોર્ટે ગેરકાયદે અને ગેરબંધારણીય ઠેરવ્યો હતો

સહકારી ક્ષેત્રની 13 ખાંડ મિલો 57000 ટન પ્રતિ દિનની શેરડી પિલાણ ક્ષમતા ધરાવે છે
દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રની 13 ખાંડ મિલો 57000 ટન પ્રતિ દિનની શેરડી પિલાણ ક્ષમતા ધરાવે છે અને લગભગ 4000 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર છે. 5 લાખ ખેડૂતો 1.25 લાખ હેક્ટરમાં શેરડી પકવે છે અને સહકારી ખાંડ મિલો 90 લાખ ક્વિન્ટલ ખાંડ વર્ષે ઉત્પન્ન કરે છે. આ તમામ શેરડી ઉત્પાદકો અને ખાંડ બનાવવા વેચવા માટે વર્ષોથી નિર્દિષ્ટ સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવેલી છે, જેના વિકાસમાં સરકારનો પણ મોટો ફાળો છે.

દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રની 13 ખાંડ મિલો 57000 ટન પ્રતિ દિનની શેરડી પિલાણ ક્ષમતા ધરાવે છે
દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રની 13 ખાંડ મિલો 57000 ટન પ્રતિ દિનની શેરડી પિલાણ ક્ષમતા ધરાવે છે

ચૂંટણીઓને રદ કરવા અને વહીવટદાર બેસાડી નવેસરથી ચૂંટણી કરાવવા માગ
ખેડૂત અગ્રણી એમ.એસ.એચ. શેખે રાજયના સહકાર મંત્રી, સહકાર વિભાગના સચીવ અને સુગર ફેડરેશનને લેખિત ફરીયાદ મોકલી સહકારી અધિનિયમની કલમ 74-સીના સુધારાને હાઇકોર્ટે ફગાવી દીધો હોવાથી તે કલમના સુધારા હેઠળ થયેલી ચૂંટણીઓને રદ કરવા અને વહીવટદાર બેસાડી નવેસરથી ચૂંટણી કરાવવા માગ કરી છે. મામલો જ્યારે હાઇકોર્ટમાં ગયો હતો, ત્યારે સુગર મંડળીઓના સત્તાધીશોએ હાઇકોર્ટ જે ચુકાદો આપશે તે માન્ય ગણવા જણાવ્યું હતું. તે બાંહેધરી જોતા સંપૂર્ણ વ્યવસ્થાપક કમિટિને વિખેરી નાખી નવેસરથી ચૂંટણી કરાવવી જોઇએ.

5 લાખ ખેડૂતો 1.25 લાખ હેક્ટરમાં શેરડી પકવે છે
5 લાખ ખેડૂતો 1.25 લાખ હેક્ટરમાં શેરડી પકવે છે
અન્ય સમાચારો પણ છે...