તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રતિબંધ:દશામાનું વિસર્જન રોકવા 17, 18મીએ કોઝવે બંધ, ઓવારાઓ પર પણ બેરિકેટ મૂકાશે,17મીએ બપોરે 12થી 18મીએ સાંજે 5 સુધી બંધ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નદીમાં મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે આગામી 17થી 18 દરમ્યાન દશામાની મૂર્તિઓનું વિસર્જન નદીમાં કરવામાં ન થાય તે માટે બે દિવસ વિયર કમ કોઝવેને વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. આગામી દિવસમાં દશામાં બાદ ગણેશ ઉત્સવ પણ આવશે. જેથી નદીમાં મૂર્તિઓનું કોઇપણ પ્રકારે વિસર્જન નહીં થાય તે માટે વિસર્જનના દિવસો દરમિયાન શહેરના તમામ ઓવારાને બેરિકેટ મૂકીને બંધ રાખવામાં આવનાર હોવાનું પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું. જેથી શ્રદ્ધાળુઓએ દશામાની મૂર્તિઓનું પણ ઘર આંગણે જ વિસર્જન કરવું પડશે.

પાલિકાએ લોકોને વિસર્જન ઘરે જ કરવા માટે અપીલ પણ કરી છે. દશામા મૂર્તિઓના વિસર્જન ઉત્સવ ધ્યાને લઇ તેમજ હાલની કોરોના મહામારીના સંક્રમણ નિવારવાના ભાગરૂપે 17 ઓગસ્ટના બપોરે 12 કલાકથી 18 ઓગસ્ટના રોજ સાંજે 5 કલાક સુધી સિંગણપોર અને રાંદેરને જોડતા વિયર કમ કોઝવેને ટ્રાફિક તેમજ રાહદારીઓ માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. કોઇપણ પ્રકારે મૂર્તિઓના વિસર્જન વિયર કમ કોઝવે પરથી કરી શકાશે નહીં. આ જાહેરનામાના ભંગ બદલ તંત્ર શિક્ષાત્મક પગલાં પણ લેશે તેવું સૂત્રોએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...