વ્યવસ્થા:કોઝવે ડાઉનસ્ટ્રીમનાં ગંદાં પાણીનાં 28 આઉટલેટ્સને ડાયવર્ટ કરાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાપી નદીમાં દૈનિક 450 એમએલડી ગંદું પાણી ભળતું અટકશે

કોઝવેના ડાઉનસ્ટ્રીમના 28 ગંદા પાણીના આઉટલેટ સૂચિત બરાજના ડાઉનસ્ટ્રીમમાં ડાયવર્ટ કરાશે. આ કામગીરી પૂર્ણ થતાં તાપી નદીમાં દૈનિક 450 એમએલડી ગંદું પાણી ભળતું અટકશે.હાલમાં તાપી નદીના ડાબા કાંઠે હયાત કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં 20 અને જમણા કાંઠે 8 સ્ટ્રોમ ડ્રેઇન આઉટલેટ છે. જેમાંથી સરેરાશ 225-225 એમએલડી ગંદુ પાણી તાપીમાં જાય છે.

જેથી હાલના આઉટલેટ અને સ્ટ્રોમ લાઇનને શિફ્ટ કરીને બરાજની ડાઉનસ્ટ્રીમમાં ડાઇવર્ટ કરાશે. નોંધનીય છે કે, તાપી નદી ઉપર મગદલ્લા બ્રિજ પાસે રૂંઢ-ભાઠા કન્વેન્શનલ બરાજ, તાપી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને તાપી શુદ્ધિકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે.

ભેસ્તાનમાં 792 આવાસ બનાવવા કવાયત
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાલિકા દ્વારા ટી.પી સ્કીમ નં 48 ભેસ્તાન, ફાઇનલ પ્લોટ નં 98 ખાતે ઇડબલ્યુએસ-2 કેટેગરીના
792 આવાસ બનાવવામાં આવશે. જેના માટે આવાસ દીઠ 7.71 લાખ લેખે 792 આવાસ અને દુકાનો મળી રૂા.61.06 કરોડની લો-એસ્ટ ઓફર આવી છે. આગામી દિવસમાં સ્ટેન્ડિંગમાં ટેન્ડર મંજૂરી સહિતની કામગીરીને લઇ નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...