તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સાત દિવસથી બંધ કોઝ-વે વાહનો માટે ખુલ્લો મુકાયો, તાપી નદીમાં પાણીની આવક ઘટતાં નિર્ણય

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉકાઇ ડેમની સપાટી 329 ફૂટ નજીક પહોંચી

છેલ્લા કેટલાક દિવસથી શહેર-જિલ્લામાં વરસાદના વિરામ વચ્ચે વિયર કમ કોઝવે પરથી પાણી ઓસરતા વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. જિલ્લામાં પડેલા વરસાદથી કોઝવે 20 ઓગસ્ટના રોજ ઓવરફલો થયો હતો. જો કે ત્યારબાદ વરસાદ બંધ થતા સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો. શનિવારે સપાટી 5.84 મીટર પર આવી જતા વાહનવ્યવહાર શરૂ કરી દેવાયો છે. શહેરમાં મળસ્કે વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. જ્યારે જિલ્લામાં બારડોલીમાં 17 મીમી, ઓલપાડમાં 16 મીમી, કામરેજમાં 3 મીમી વરસાદ વરસ્યો હતો.

મહુવા, ચોર્યાસી, માંડવી, પલસણા અને ઉમરપાડા તાલુકા કોરાક્ટ રહ્યા હતા. ઉકાઇ ડેમની સપાટી 328.90 ફુટ નોંધાઇ છે. ઇનફલો 13847 ક્યુસેક સામે આઉટફલો 800 ક્યુસેક છે. જ્યારે હથનુર ડેમની સપાટી 210.930 મીટર અને ડિસ્ચાર્જ 8 હજાર ક્યુસેક છે. શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 8 કિ.મીની ગતિએ પવન ફૂંકાયા હતા. આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી છે.

અન્ય સમાચારો પણ છે...