બે મિત્રોનું સગીરા પર દુષ્કર્મ:સુરતમાં પ્રેમજાળમાં ફસાવી બે મિત્રોએ અવારનવાર અલગ-અલગ દિવસે સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં બે મિત્રોએ સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે બંને યુવકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

14 વર્ષીય સગીરાને પ્રેમમાં ફસાવી
સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવાર દ્વારા ઉધનામાં રહેતી અમિત સૂર્યવંશી અને કનસાડ રોડ પર ખાતે રહેતા વિકાસ મહંતો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, 14 વર્ષીય સગીરાને પ્રેમમાં ફસાવી હતી. ત્યારબાદ બંને નરાધમોએ અવારનવાર અલગ-અલગ દિવસે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

એક મહિનો સગીરા સાથે બદકામ કર્યું
ગત ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી બંને નરાધમોએ સગીરા સાથે બદકામ કર્યું હતું. જેના કારણ સગીરા ગર્ભવતી બની ગઈ હતી. આ અંગે પરિવારને જાણ થતાં પરિવારે અમિત અને વિકાસ સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

2 મહિના પહેલા બે વર્ષની બાળકી પર દુષ્કર્મ
સુરતના વેસુ વિસ્તારમાં વધુ એક બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. રોડ પર પરિવાર સાથે સૂતેલી બે વર્ષની બાળકીને પસાર થઈ રહેલ ડમ્પરચાલકે અપહરણ કરી લઈ ગયો હતો. દરમિયાન પેટ્રોલિંગ પર પસાર થતી PCRમાં મહિલા હેડ કોન્સ્ટેબલે પરિવારની મદદ કરી હતી. આરોપી ડમ્પરચાલકને ઝડપી પાડ્યો હતો. જોકે ડમ્પરચાલક ઝડપાય એ પહેલાં તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું.

1 મહિના પહેલા 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા
સુરતના કતારગામ વિસ્તારમાંથી હચમચાવી દેતી એવી ઘટના સામે આવી હતી. સવારે સાત વર્ષીય બાળકી ગુમ થવાની ફરિયાદ ચોકબજાર પોલીસ મથકમાં નોંધાયા બાદ મોડી રાત્રિએ તે જ બાળકીની રેપ બાદ હત્યા કરાયેલી લાશ પાડોશીના ઘરમાંથી જ મળી આવી હતી. પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરતાં અગાઉ વાહનચોરીના ગુનામાં પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...