શહેરભરમાં રખડતા પશુઓ પર આરએફઆઇડી ચીપ વિનામૂલ્યે ફીટ કરવાની સમયમર્યાદા 31 માર્ચના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે શહેરમાં અંદાજિત 60 હજાર પશુની સામે અત્યાર સુધીમાં 42 હજાર પશુઓને ચીપ લગાડવાની કામગીરી મહાનગર પાલિકા દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. જો કે, શહેરના લસકાણા વિસ્તારમાં સૌથી વધુ 6 હજાર પશુઓને ચીપ લગાડવાની બાકી છે. જેમાં સ્થાનિક પશુપાલકોનો સહકાર ન મળતા આ કામગીરી વિલંબમાં મુકાઇ ગઈ છે.
હાલમાં પાલિકાની ટીમે પશુપાલકોને સમજાવીને પશુઓને ચીપ લગાડવાની કવાયત હાથ ધરી છે. આગામી 1 એપ્રિલ બાદ પશુપાલકોએ રૂા.250નો ચાર્જ ચુકવીને ચીપ લગાવી પડશે એવું પાલિકાનું કહેવું છે. શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને નિયંત્રણમાં લાવવા માટે પાલિકા દ્વારા પશુઓને ચીપ લગાડવામાં આવી રહી છે. મહાનગર પાલિકા દ્વારા રખડતા ઢોરો માટે ખાસ પોલિસી બનાવી દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યભરમાં રખડતા ઢોરોના લીધે રસ્તા પર વાહન અકસ્માતોના નાના મોટા બનાવો વધી રહ્યા છે, જેને લઇને રાજ્ય સરકારે રખડતા ઢોરો પર કાબૂ મેળવવા માટે આખા રાજ્યમાં પોલિસી બનાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.