તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિન્દાસ્ત બિલાડી:સુરતની મસ્કતી હોસ્પિટલમાં દર્દીઓના દુઃખમાં ભાગ લેતી બિલાડીઓ, મેડિકલ સ્ટાફની જેમ વોર્ડમાં રાઉન્ડ લે છે

સુરતએક મહિનો પહેલા
હોસ્પિટલમાં બિલાડીઓના આંટાફેરા દર્દીઓ માટે મનોરંજન સમા હોવાનું દર્દીના સંબંધીઓ કહી રહ્યાં છે.
  • દર્દીઓ પણ બિલાડીઓની બિન્દાસ્ત મસ્તથી બે ઘડી દુઃખ ભૂલી જાય છે

સુરત મહાનગર પાલિકા સંચાલિત મસ્કતી હોસ્પિટલમાં બે બિલાડીઓ મેડિકલ સ્ટાફની જેમ વોર્ડમાં સમયાંતરે રાઉન્ડ પર આવતી હોય તેમ રહેતી હોવાથી દર્દીઓમાં ચર્ચાનો વિષય બની છે. વળી બિલ્લીબેનના મી..આઉ... મી આઉ અવાજથી દર્દીઓ પણ બે ઘડી પોતાના દુઃખને ભૂલીને થોડુ મનોરંજન માણી લેતા હોવાનો અહેસાસ કરે છે. સમય સર સવાર-સાંજ વોર્ડમાં ફરતી આ બન્ને બિલાડીઓ દર્દીના સગાઓના હાથે ભોજન ખાઈ વોર્ડમાંથી બહાર જતી છે. બન્ને બિલાડીઓની એક ખાસ વાત એ છે કે "બિનદાસ્ત રહેને કા ઓર ખા પી કે મસ્ત રહેને કા" નો સંદેશો આપતી હોવાનું પણ ઘણા લોકોનું કહેવું છે.

મેડિકલ સ્ટાફ જ હોય તે રીતે બિલાડી રાઉન્ડ પણ લે છે.
મેડિકલ સ્ટાફ જ હોય તે રીતે બિલાડી રાઉન્ડ પણ લે છે.

બિલાડીઓ દર્દીને મનોરંજન આપે છે
દર્દીઓના સગાઓ સાથે વાત કર્યા બાદ જાણવા મળ્યું હતું કે આ બન્ને બિલાડીઓ હોસ્પિટલની મહેમાન નહિ પણ સભ્ય હોય એમ સમય સર ડોક્ટરો-પરિચારિકાઓ ની જેમ રાઉન્ડ લે છે. ખાસ કરી ને ભૂખી થઈ હોય ત્યારે ક્યાં દર્દી દુઃખી થતો હોય ત્યારે, આ બન્ને બિલાડીઓ ના વોર્ડમાં આવતા ની સાથે જ દર્દીઓનો દર્દ પણ જતો રહે છે. બિલાડીઓ પણ ગેલમાં આવી જમીન પર આળોટીને ખેલ કરતી હોય છે.

બિલાડીઓની મસ્તી દર્દીઓને બે ઘડી દુઃખ ભૂલાવી દેતી હોય છે.
બિલાડીઓની મસ્તી દર્દીઓને બે ઘડી દુઃખ ભૂલાવી દેતી હોય છે.

બિલાડીઓનો કોઈ ત્રાસ નથી
આ બન્ને બિલાડીઓ ની એક ખાસ વાત એ છે કે, "બિનદાસ્ત રહેને કા ઓર ખા પી કે મસ્ત રહેને કા" દર્દીઓ કે સગાઓ ને હેરાન નથી કરતી અને બીજું કે એમનું ભોજન કે પ્રવાહી બગાડતી નથી. બસ બન્ને બિલાડીઓનું મી..આઉ મી...આઉનો કલપાન થી જ દર્દીઓ પણ ખુશ અને પ્રફુલ્લિત થઈ જાય છે. ભલે અહીંયા ડૉક્ટર અને પરિચારિકા દર્દીઓની સારવાર કરતી હોય છે પણ આ બન્ને બિલાડીઓના વોર્ડ પ્રવેશ બાદ દર્દીઓ ચોક્કસ ઉત્સાહી થઈ જાય છે.