તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:CAT, પરીક્ષા પેટર્નમાં ફેરફાર થતા પરીક્ષા સ્થગિત કરાઈ

સુરત18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • NTA દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા ફરી શરૂ કરી

નેશનલ ટેસ્ટિંગ એજન્સીaએ કોમન એડમિશન ટેસ્ટ(સીમેટ) 2021ને સ્થગિત કરી દીધી છે. એજન્સી દ્વારા આ અંગે નોટિફિકેશન બહાર પાડી જાણકારી આપી છે. નોટિફિકેશન પ્રમાણે કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન(AICTE)એ સીમેટની પરીક્ષાના પેટર્નમાં ફેરફારની જાહેરાત કરી છે. જેના કારણે પરીક્ષામાં ઈનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપનો એક વધારાનો સેક્શન જોડવામાં આવ્યો છે. જોકે ઉમેદવારો માટે આ સેક્શન વૈકલ્પિક રહેશે અને આ સેશનમાં 25 સવાલ રહેશે. એવામાં પરીક્ષાની પેટર્નમાં થયેલા ફેરફારને કારણે NTA દ્વારા પરીક્ષાને સ્થગિત કરવામાં આવી છે.

એજન્સી દ્વારા હાલમાં પરીક્ષાની નવી તારીખો અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. જોકે એવી શક્યતા જોવાઈ રહી છે કે CMAT 2021 હવે માર્ચના છેલ્લા સપ્તાહ અથવા એપ્રિલના પહેલા અઠવાડિયામાં યોજાઈ શકે છે. પરીક્ષા સ્થગિત કરવાની સાથે એજન્સીએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ફરીથી શરૂ કરી દીધી છે. જે ઉમેદવારો અગાઉ રજિસ્ટ્રેશન નથી કરાવી શક્યા તેઓ 25 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી છે. જ્યારે એપ્લિકેશન ફી જમા કરાવવાની અંતિમ તારીખ 26 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો