તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉઘાડી લૂંટ:ભાટીયા-કામરેજ ટોલનાકા પર રાત્રે 12ના ટકોરે કેશલેન બંધ, હોબાળો શરૂ

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફાસ્ટેગ મુદ્દે PAAS મેદાનમાં કૂદતા ચૂંટણી માહોલ ગરમાશે

ભાટિયા અને કામરેજ ટોલનાકે રાત્રિના 12ના ટકોરે કેશલેન બંધ કરી દેવાતા સ્થાનિકો અને અન્ય વાહનચાલકોએ પણ ઉધમ મચાવ્યો હતો. આ મામલે સરકારે પણ પ્રજા હિતમાં કોઈ રસ્તો ન કાઢતા લોકો વધુ ઉશ્કેરાયા હતા. આ મામલે મંગળવારે પાટીદાર અનામત આંદોલન સમિતિ જિલ્લા કલેક્ટર અને સાંસદોને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.

સુરત જિલ્લામાં આવેલા બંને ટોલનાકા ભાટિયા અને કામરેજ ખાતે તમામ ફાસ્ટેગ લેન બંધ કરી દેવામાં આવી છે અને ફક્ત કેશ લેન જ શરુ રાખવામાં આવી છે. સ્થાનિકોએ પણ બહારના વાહનોની જેમ જ ટોલ ચૂકવવાનો વખત આવ્યો છે આ મામલે બનેલી ના-કર સમિતિ નજીકના દિવસોમાં ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી ચુકી છે. હવે પાટીદાર અનામત આંદોલન સમિતિ પણ ટોલલૂંટ મુદ્દે મેદાનમાં આવી ગઈ છે અને જિલ્લા કલેક્ટર તેમજ સાંસદોને આવેદનપત્ર આપશે. ઉલ્લેખનીય છે કે પાસ દ્વારા અગાઉ જ ના-કર સમિતિને સમર્થન આપવામાં આવી ચૂક્યું છે. ફાસ્ટેગના નામે ભાટિયા અને કામરેજ ટોલનાકે શરુ થયેલી ટોલલૂંટ સામે પાટીદાર અનામત આંદોલન સમિતિ મેદાનમાં આવતા હવે આ મુદ્દો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ગાજી શકે છે.

ટોલ સંચાલકો અને વાહન ચાલકોમાં બબાલ
રાત્રીના 12ના ટકોરે કામરેજ અને ભાટિયા ટોલનાકા પર પણ કેશલેન બંધ કરી દેવાતા વાહનચાલકો અને કામરેજ ટોલનાકા સંચાલકો વચ્ચે બોલાચાલીના બનાવ પણ સામે આવ્યા હતા. જોકે આવા ઘર્ષણની આશંકાને પારખી ગયેલા ટોલ પ્લાઝાના સંચાલકો લોકોને ફાસ્ટેગ વિશે સમજાવી રવાના કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો