ભેદ ઉકેલાયો:સુરતના કાપોદ્રામાં રિક્ષામાં બેસી મુસાફરની નજર ચૂકવી રોકડ-મોબાઈલની ચોરી કરતી ગેંગ ઝડપાઈ

સુરત8 મહિનો પહેલા
પોલીસે શંકાના આધારે આ ઈસમોની પૂછપરછ કરતા ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
  • પોલીસને અન્ય વિસ્તારમાં થયેલી ચોરીના ભેદ પણ સફળતા મળી

સુરતના કાપોદ્રા પોલીસે રીક્ષામાં પેસેન્જર બેસાડી ચોરી કરતી ટોળકી ઝડપી પાડી છે. સાથે જ અન્ય પોલીસ સ્ટેશનની હદમાં બનેલા ગુનાઓ પણ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. રિક્ષામા પેસેન્જર બેસાડી પેસેન્જરની નજર ચૂકવી રોકડ અને મોબાઈલ ફોનની ચોરી કરનાર ચાર ઇસમને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આરોપીઓ સાથે પોલીસે ચોરીમા વપરાતી રિક્ષા પણ પોલીસે કબ્જે કરી હતી
આરોપીઓ સાથે પોલીસે ચોરીમા વપરાતી રિક્ષા પણ પોલીસે કબ્જે કરી હતી

પોલીસ પૂરપરછમાં મામલો સામે આવ્યો
કાપોદ્રા પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમ્યાન રિક્ષામા ચાર ઈસમો પસાર થઈ રહ્યા હતા.પોલીસે શંકાના આધારે આ ઈસમોની પૂછપરછ કરતા તેઓ મુસાફરોને રિક્ષામા બેસાડી અને તેમની નજર ચૂકવી રોકડ તેમજ મોબાઈલ અને અન્ય કિંમતી માલ સમાનની ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. આ ગેંગના આરોપી યુસુફ ઉર્ફે પલવા શેખ, આદિલ ઉર્ફે કલેજા શેખ, ફારૂક રસીદ શેખ,આસિફ શેખને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે ચોરીમા વપરાતી રિક્ષા પણ પોલીસે કબ્જે કરી હતી.

મુસાફરોને રિક્ષામા બેસાડી અને તેમની નજર ચૂકવી રોકડ તેમજ મોબાઈલ અને અન્ય કિંમતી માલ સમાનની ચોરી કરતા હતાં.
મુસાફરોને રિક્ષામા બેસાડી અને તેમની નજર ચૂકવી રોકડ તેમજ મોબાઈલ અને અન્ય કિંમતી માલ સમાનની ચોરી કરતા હતાં.

અન્ય વિસ્તારના ગુના પણ ઉકેલાયા
પુણા પોલીસ મથકની હદમા અને સચિન પોલીસ મથકની હદમા ચોરી કરી હતી. આમ આ ટોળકી ઝડપાતા ત્રણ પોલીસમા થયેલી ફરિયાદના ગુના ઉકેલાયા હતા.આરોપીઓ મોટાભાગે રિક્ષામાં બેસીને મોબાઈલ અને પર રોકડની લૂંટ ચલાવનાર આરોપીઓને ઝડપી પાડી છે. આ ગેંગનો લોકોમાં ભય ફેલાયો હતો. જેના પર હવે અંકુશ આવશે.