કોરોના સુરત LIVE:વધુ 3 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 143922 પર પહોંચ્યો, નવા 4 દર્દી ડિસ્ચાર્જ થયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યામા ઘટીને 66 થઈ

શહેરમાં 3 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143922 થઈ ગઈ છે. આજે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. કુલ મૃતાંક 2116 થયો છે. આજે શહેરમાંથી 2 અને જિલ્લામાંથી 2 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 141740 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 66 થઈ છે.

સમય થઈ ગયો છતાં 3.70 લાખ લોકો બીજો ડોઝ મુકાવવા ગયા નથી
શહેરમાં કોરોના વેક્સીનનો સેકન્ડ ડોઝ મુકાવાનો સમય થઇ ગયો હોય એવા 3.70 લાખ લોકોએ રસી મુકાવવા ગયા નથી. દિવાળી તહેવારના ટાણે રસી મુકાવવા માટે કેટલાક લોકો અચકાઇ રહ્યા છે. બીજી તરફ દિવાળી વેકેશનની રજા માણવા શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો બહારગામ ફરવા માટે જતા હોય છે. કેટલાક હોલી-ડે સ્થળોએ હોટલો તથા સાઇટસીનો પર ફુલ્લી વેક્સીનેટેડ લોકોને પ્રવેશની પ્રાયોરીટી આપવામાં આવી રહી છે. જેથી ઘણા લોકો સેકન્ડ ડોઝ મુકાવવા જઇ રહ્યા છે. પરંતુ એક યા બીજા કારણોસર આજની સ્થિતિએ પાલિકાના રેકર્ડ મુજબ 3.70 લાખ લોકો સેકન્ડ ડોઝનો સમય થઇ ગયો હોવા છતાં રસી મુકાવવાથી દૂર રહ્યા છે.

સેકન્ડ ડોઝની કામગીરી પણ 58 ટકા જેટલી પૂર્ણ
શહેરમાં 23.57 લાખ લોકોનો સેકન્ડ ડોઝનો ડ્યૂ થઇ ગયો હતો. જેમાંથી 19.87 લાખ લોકોએ કોરોના વેક્સિનનો ડોઝ મુકાવી દીધો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 56 લાખ લોકોનું રસીકરણ થઇ ગયું છે. પ્રથમ ડોઝની કામગીરી 105 ટકા તો બીજી તરફ સેકન્ડ ડોઝની કામગીરી પણ 58 ટકા જેટલી પૂર્ણ કરી લેવામાં આવી છે.

ટોલ ફ્રી હેલ્પલાઇન પર કોલ કરી 22 સોસાયટીએ રસીનો લાભ લીધો
સુરત મહાનગર પાલિકાએ લોકો રસીકરણથી વંચિત રહી નહીં જાય તે માટે ટોલ ફ્રી હેલ્પલાઇનની શરૂઆત કરી છે. કોઇ સોસાયટી કે અન્ય સ્થળોએ 10 કે તેથી વધુ રસીકરણથી વંચિત લાભાર્થીઓ હોઇ તો તેઓ ટોલ ફ્રી નંબર 1800 123 8000 પર કોલ કરી જણાવી શકે છે. આ હેલ્પલાઇન સેવાનો અત્યાર સુધીમાં 22 સોસાયટીઓ લાભ લીધો છે. દૈનિક સરેરાશ 3થી 4 સોસાયટીઓમાંથી કોલ આવી રહ્યા છે.