મચ્છરજન્ય રોગમાં વધારો:શહેરમાં પાણી-મચ્છરજન્ય રોગ, વાયરલ ઈન્ફેક્શનના કેસો વધ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલ - Divya Bhaskar
સિવિલ
  • જૂનમાં પણ પાણીજન્ય રોગોના 300થી વધુ કેસ નોંધાયા હતા
  • જુલાઈના​​​​​​​ 10 દિવસમાં જ તાવ-મેલેરિયા, ગેસ્ટ્રોના 50 કેસ

શહેરમાં વરસાદ વચ્ચે તાવ, ઝાડા ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ અને કમળો સહિતના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. રોગચાળાને પગલે સિવિલ અને સ્મીમેરમાં ઓપીડી અને દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. માત્ર સિવિલમાં જ છેલ્લા 11 દિવસમાં તાવના 25, ઝાડા ઉલટીના 12, મલેરીયાના 9, ડેન્ગ્યુના 4 અને કમળાના 7 દર્દીઓ સામે આવ્યા છે. સિવિલ સ્મીમેરની સાથે સાથે ખાનગી ક્લિનીકો અને હોસ્પિટલોમાં દર્દીઓ વધ્યા છે.

ખાનગી ક્લિનિકો પણ ફૂલ
ખાનગી ક્લિનિકો પણ ફૂલ

વાયરલ ફીવર સહિતના દર્દીઓમાં વધારો
સિવિલના મેડિસીન વિભાગના વડા ડો. કે. એન. ભટ્ટે કહ્યું હતું કે, વરસાદના કારણે ઓપીડીમાં ઓછા દર્દી છે. પરંતુ વરસાદ બંધ થતા મચ્છરજન્ય રોગોના દર્દીઓ વધશે.

જૂનમાં મેલેરિયાના 67 અને ગેસ્ટ્રોના 38 કેસ નોંધાયા

રોગડેંગ્યુમેલેરિયાતાવગેસ્ટ્રો
જાન્યુ813527
ફેબ્રુ.882814
માર્ચ3436624
એપ્રીલ6286332
મે124810234
જુન246715138
જુલાઈ492512

પાંડેસરામાં ઝાડા-ઉલટી બાદ બાળકીનું મોત
પાંડેસરામાં આશાપુરી સોસાયટીમાં રહેતા પંકજભાઈ કુસ્વાહા પાણીપુરીની પુરી બનાવવાનું કામ કરે છે. તેમની બે વર્ષીય પુત્રી અંશીકાને રવિવારે બપોરે ઝાડા ઉલટી થવા માંડ્યા હતા. જેથી પંકજભાઈ મેડીકલ સ્ટોરમાંથી દવા લઈ આવ્યા હતા અને અંશીકાને પીવડાવી હતી. જોકે દવા આપ્યા બાદ પણ અંશીકાને કોઈ ફેર પડ્યો ન હતો અને તેની તબિયત વધુ લથડી ગઈ હતી. જેથી પંકજભાઈ તેને સારવાર માટે નજીકના દવાખાને લઈ ગયા હતા. જ્યાંથી તબીબે તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહેતા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...