તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, પાલિકા વિસ્તારમાં એક્ટિવ સર્વેલન્સ કરવામાં આવે છે આજે કુલ 1488 ટીમો કાર્યરત કરવામાં આવી છે તેમાંથી 98 કેસો મળ્યા છે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે 220 ટીમો છે તેમાંથી 275 એઆરઆઈ ના કેસો મળ્યા છે, ફિવર ક્લિનીકો 48 શરૂ કરવામાં આવી છે તેમાંથી 67 કેસો મળ્યા છે જૈમિની સોફ્ટવેર છે તેમાં 354 હોસ્પિટલોમાંથી 227 કેસો મળ્યા છે. લિંબાયત, કતારગામ અને વરાછામાં ડિસ-ઈન્ફેકશનની કાર્યવાહી કરાઈ છે.
66 હજાર ઘરોમાં સ્પેશિફિક માહિતી ઉપલબ્ધ નથી અને 1117 માં રિફ્યુઝલ થયું છે
સેન્ટ્રલ ઝોનમાં પણ એપીએક્સ પદ્ધતી મુજબ સરવેમાં એઆરઆઈના કેસ 13 મળ્યા છે અને 17,354 ઘરો એવા મળ્યા છે તેમાં કોમોર્બિડ અને વૃદ્ધ લોકો છે. વૃદ્ધ હોય અને સાથે કોમોર્બિડ હોય તેવું એક ઘર મળ્યું છે. અને 66 હજાર ઘરોમાં સ્પેશિફિક માહિતી ઉપલબ્ધ નથી અને 1117 માં રિફ્યુઝલ થયું છે. લિંબાયતમાં એઆરઆઈ કેસ 62 ઘરોમાં મળ્યા છે, વૃદ્ધો અને કોમોર્બિડ ઘરો 34,778 છે તેમાં એઆરઆઈ અને કોમોર્બિડ કંન્ડીશન હોય એવા 15 ઘરો મળ્યા છે અને રિફ્યુઝલ 176 છે.
આપ પણ આયુષ મંત્રાલયના જે આયુર્વેદીક અને હોમિયોપેથીક દવાઓ છે તેમાંથી કોઈ પણનું આપ સેવન કરી શકો છો
કોમોર્બિડ કંન્ડીશન ધરાવતાં વૃદ્ધોનું પાલિકાએ લાઈન લિસ્ટીંગ હાથ ધર્યું| અત્યારે પાલિકા દ્વારા જેટલા પણ વૃદ્ધો છે જેટલા કોમોર્બિડ કંન્ડીશન છે અથવા પહેલાંથી જેને ડાયાબિટીશ, હાઈપર ટેન્શન, બ્લડ પ્રેશન, કિડની, હાર્ટ, લન્ગ્સ એવા પ્રકારના ડિસિસ હોય તેને કોમોર્બિડ કેસીસ કહીએ છીએ. અને તેવા તમામ લોકોનું પાલિકા દ્વારા લાઈન લિસ્ટીંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. આ તબક્કે તમામ એજર્ડ કોમોર્બિડ કંન્ડિશન ધરાવતાં વૃદ્ધો છે તેઓને વિનંતી છે કે, આપ પણ આયુષ મંત્રાલયના જે આયુર્વેદીક અને હોમિયોપેથીક દવાઓ છે તેમાંથી કોઈ પણનું આપ સેવન કરી શકો છે રોગપ્રતિકારક શક્તિ વધારવાની આપને જરૂર છે તમામ લોકો આ મેડિસીનનું સેવન કરીને પોતાની ઈમ્યુનિટી બુસ્ટ કરવા પ્રયત્ન હાથ ધરે, તમામ ઝોનમાં વૃદ્ધો લાઈન લિસ્ટીંગ શરૂ કરવા વધારેમાં વધારે ફોકસ કરવામાં આવશે.
ઉધના, સરથાણા અને વરાછામાં કુલ 24,770 લોકો ફરજિયાત હોમ કોરોન્ટાઈન
ઉધનામાં સંજયનગર-રેલ્વે સ્ટેશન નજીકના વિસ્તારના 1400 ઘરોમાં રહેતાં 7266 લોકો, સરથાણામાં 2450 ઘરોમાં રહેતા 10773 લોકો. પૂર્વ ઝોન વરાછામાં વસંતભીખાની વાડી અને કલમકુંજ એપાર્ટમેન્ટ વિસ્તારના 840 ઘરોમાં રહેતાં 4200 લોકો. તથા એક્તાનગર વિસ્તારના 562 ઘરોમાં રહેતા 2531 લોકોને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે અને બીજો હૂકમ ન થાય ત્યાં સુધી ફરજિયાત હોમ કોરન્ટાઈનમાં રહેવા પાલિકા કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કરી હૂકમ ક્યો છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.