કોરોના સુરત LIVE:વિદ્યાર્થી, વેપારી સહિતના સંક્રમિત, એક્ટિવ કેસ વધીને 673 થયા, 13 દર્દી હોસ્પિટલમાં દાખલ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં 206518 કેસ સામે આવી ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. વિતેલા 24 કલાકમાં નવા 96 કેસ નોંધાયા હતા. સિટીમાં 87 કેસ અને જિલ્લામાં 9 કેસ નોંધાયા હતા. એક્ટિવ કેસ 4 ગણા થઈ 673 પર પહોંચ્યા છે. છેલ્લા 119 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 673 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વધુ 79 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થી, વેપારી સહિતના સંક્રમિત
શહેરમાં સામે આવેલા પોઝિટિવ કેસમાં 7 વિદ્યાર્થી, 4 વેપારી, 3 ડોક્ટર, 2 ટીચર, એન્જિનિયર તેમજ નોકરીયાતો સહિતનાઓ સંક્રમિત થયા છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસ 4 ગણા થયા છે. 18 જૂને એક્ટિવ કેસ 141 હતાં જે વધીને ચાર ગણા એટલે કે 673 થઈ ગયા છે.

શહેરમાંથી 71 વ્યક્તિ કોરોનામુક્ત
શહેરમાં કોરોનાના નવા 96 કેસ સામે આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા 87 નવા કેસ શહેરમાં આવ્યા છે. ગત રોજ શહેરમાંથી 71 અને જિલ્લામાંથી 8 દર્દી કોરોનામુક્ત બન્યા છે. શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 500ને પાર કરી 582 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 673 થઈ ગઈ છે.

203605 લોકો કોરોનામાંથી સાજા થઇ ચૂક્યા છે
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 206518 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 203605 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...