તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના 45 હજારને પાર:સેકન્ડ વેવમાં 17 દિવસ બાદ કેસ ઘટીને 235 પર પહોંચ્યા

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રવિવારે વધુ 3 મોત થતા કુલ મૃતાંક 1075 થયો, 289 દર્દીઓ સાજા થયા

શહેરમાં 199 અને જિલ્લામાં 36 કેસ સાથે રવિવારે કોરોનાના શહેર જિલ્લામાં 235 કેસ પોઝિટિવ નોંધાયા છે. દિવાળી પછી બીજા તબક્કામાં શરૂ થયેલા વધારા બાદ ફરીથી કેસમાં ઘટાડો શરૂ થયો છે. રવિવારે 17 દિવસ બાદ કેસની સંખ્યા ઘટીને 235 નોંધાઈ છે.

આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 45142 થઈ ગઈ છે. રવિવારે વધુ 3 દર્દીઓના મોત સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1075 થઈ ગયો છે. આજે વધુ 289 દર્દી સાજા થતા કુલ સંખ્યા 42383 પર પહોંચી છે.

6 કાપડ વેપારી, 5 વિદ્યાર્થી સહિતનાને કોરોનાનો ચેપ
સાઉથ વેસ્ટ ઝોનમાં 4 કાપડના વેપારી, 3 વિદ્યાર્થી, ઓટોમોબાઈલ વેપારી, એડ્વોકેટનો ઓફિસ કર્મચારી, રિલાયન્સના મેનેજર, જીવન જ્યોત હોસ્પિટલના કર્મચારી, યાર્ન વેપારી, વેસ્ટ ઝોનમાં બેંક કર્મચારી, ડીજીવીસીએલ કર્મચારી, ઈલેક્ટ્રિશ્યન, કાપડ વેપારી, પાલિકાના સફાઈ કામદાર, વિદ્યાર્થી, ડિઝાઈનર, વરાછા ઝોનમાં 2 કાપડના વેપારી, સેન્ટ્રલ ઝોનમાં હીરાના વેપારી, સાઉથ ઈસ્ટ ઝોનમાં સોફ્ટવેર ડેવલપર, ફેશન ડિઝાઈનર, નોર્થ ઝોનમાં 2 વિદ્યાર્થી અને સાઉથ ઝોનમાં ડાયમંડ સર્ટીફાય લેબના કર્મચારી તેમજ બેંક મેનેજરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તમામ 3 મૃતકની ઉંમર 60 વર્ષથી વધુ
શહેરમાંથી વધુ 3 કોરોના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જેમાં સગરામપુરા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા, લિંબાયત વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ અને અલથાણ વિસ્તારમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

કોરોનાના દર્દીઓમાં ઝાડા-ઉલ્ટી અને પેરાલિસિસના ચિન્હ
​​​​​​​સિવિલ કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.અશ્વિન વસાવાએ જણાવ્યું હતું કે, કોરોનાના લક્ષણોમાં સામાન્ય રીતે શરદી, ખાસી, તાવ અને શ્વાસમાં તકલીફ જેવા ચિન્હો જોવા મળે છે. જ્યારે હાલમાં માનસીક તકલીફ, ઝાડા ઉલ્ટી, શ્વાસમાં તકલીફ, માથામાં દુ:ખાવો અને પેરાલીસીસ જેવા ચિન્હો પણ કેટલાક દર્દીઓમાં જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો