કોરોના સુરત LIVE:કોરોનાના કેસમાં નજીવો વધારો, એક્ટિવ કેસ વધીને 277 થયા, 5 દર્દી હોસ્પિટલમાં દાખલ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં 210439 લોકોને કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે

શહેર જિલ્લામાં કોરોનાના કેસોમાં નજીવો વધારો નોંધાયો છે. સુરત શહેર-જિલ્લામાં ગઈકાલે નવા 36 કેસ નોંધાયા હતા. શહેરમાં 19 અને જિલ્લામાં 8 મળી શહેર-જિલ્લામાં 27 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 277 થઈ છે. જૈ પૈકી 5 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

32 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ
શહેરમાં 26 અને જિલ્લામાં 10 સાથે શહેર-જિલ્લામાં કોરોનાના 36 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 210439 થઈ છે. શહેરમાંથી 19 અને જિલ્લામાંથી 8 મળી 27 દર્દી કોરોનાને માત આપી સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 207920 દર્દી સાજા થયા છે.

એક્ટિવ કેસની સંખ્યા 268 થઈ
શહેર જિલ્લામાં કોરોનામાં નજીવો વધારો થઈ રહ્યો છે. જ્યારે ડિસ્ચાર્જની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. જેના કારણે એક્ટિવ કેસમાં નજીવો વધારો નોંધાયો છે. શહેરમાં 196 અને જિલ્લામાં 81 મળી કુલ 277 એક્ટિવ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...