નવી આફત:GSTનું ટર્નઓવર વધ્યું હોય અને IT ભર્યા વિના લક્ઝરી કાર ખરીદી તો કેસ સ્ક્રુટિનીમાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • GSTમાં ચાલુ નાણાકિય વર્ષથી વેપારીઓના માથે નવી આફત
  • સોના-ચાંદીની ખરીદી, વધુ રિફંડની માગણી, બેંક ઉપાડ પણ જોખમી

GSTમાં ચાલુ નાણાકિય વર્ષથી વેપારીઓના માથે નવી આફત આવી પડી છે. પહેલાં વર્ષે સ્ક્રુટિની કેસ સામાન્ય ધારાધોરણ હેઠળ સિલેક્ટ થયા હતા, પરંતુ હવે ઇનડાયરેક્ટ બોર્ડે કેટલાંક ક્રાઇટેરિયા સિલેક્ટ કર્યા છે જેના આધારે વેપારીનો કેસ સ્ક્રુટિની હેઠળ સિલેક્ટ થશે.

આ ક્રાઇટેરિયા બહાર તો પડાયા નથી પણ કન્સલ્ટન્ટ તેને પોતપોતાની રીતે મૂલવી રહ્યા છે. જેમાં વધુ ટર્નઓવર હોવું અને જીએસટી પણ ભરવું, પરંતુ આવકવેરો ભરવો નહીં, ઉપરાંત ટેક્સ ઓછો ભરવો અને સતત ખર્ચા વધારતા જવા જેમાં લક્ઝરિયસ કાર ખરીદવી કે ફોરેન ટ્રીપ મારવી અથવા સોના-ચાંદીની ખરીદી કરવી વગેરેનો સમાવેશ થાય છે. વેપારીઓને શેરમાં મોટું રોકાણ પણ ભેરવી શકે છે. વધુમાં વધુ રિફંડ મળતું હોય તો પણ કેસ સ્ક્રુટિની હેઠળ સિલેક્ટ થઈ શકે છે.

રાહતની વાત એ છે કે, આઇટીની જેમ હાલ જીએસટીમાં સ્ક્રુટિનીનું હીયરિંગ ઓનલાઇન થનાર નથી. અલબત્ત, આ સિસ્ટમના લીધે ભ્રષ્ટાચાર વધશે એવી સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય છે કે, અધિકારી એક સાથે 5 વર્ષના હિસાબો સ્ક્રુટિની હેઠળ કાઢી શકે છે. પહેલાં આ કેસો મેન્યુઅલી કાઢવામાં આવતા હતા. હવે સેન્ટ્રલ બોર્ડથી કેસ નિકળશે એવી માહિતી મળી છે.

શહેરમાં 20 હજાર કેસ નિકળવાની શક્યતા
ઇનડાયરેક્ટ ટેક્સ બોર્ડે જે સોફ્ટવેર સિલેક્ટ કર્યું છે તે કેટલાંક ક્રાઇટેરિયાના આધારે વેપારીનો કેસ સિલેક્ટ કરશે. ત્યારબાદ તે જે તે શહેરના અધિકારી પાસે આવશે અને પછી અધિકારી માંગે એ કાગળો વેપારીએ આપવા પડશે. સુરતમાંથી અંદાજે 20 હજાર કેસ સિલેક્ટ થાય એવી સંભાવના છે.

એક્સપર્ટ શું કહે છે?
CA બિરજુ શાહ કહે છે, અગાઉના વર્ષને આધારે અનુમાન લગાવાઈ રહ્યું છે કે જો વેપારી ઇનવર્ટેર્ડ ડયૂટી સ્ટ્રકચરમાં ન હોવા છતાં સતત ક્રેડિટ વાપરે, મિસમેચ વધુ હોય જેમાં 26-ASનો પણ સમાવેશ થાય છે.

સ્ક્રુટિની ક્રાઇટેરિયા કેમ?
2017થી GST અમલ બાદ સિસ્ટમ અમલમાં આવી ન હતી. ઉપરથી કોરોનામાં વધુ મોડું થયું. સ્ક્રુટિની કેસ સિલેક્ટ કરવા એટલાં માટે પણ જરૂરી છે જેથી ટેક્સ ઓછો ભરતા વેપારીઓ પર નજર રાખી શકાય.

અન્ય સમાચારો પણ છે...