• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Vadodara Gangrape Case, Minister Of State For Home Affairs Said I Repeat, I Am The Victim's Brother And His Mother's Son, The Accused Will Be Brought Before The World In A Short Time

વડોદરા ગેંગરેપ:સુરતમાં ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું - હું ફરી કહું છું, પીડિતાનો ભાઈ છું અને એમની માતાનો દીકરો છું, આરોપીને ટૂંકા ગાળામાં દુનિયા સામે લાવીશું

સુરત16 દિવસ પહેલા
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત સ્થિત લાજપોર જેલના કેદીઓની ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સ અર્પણ કરી.
  • નવસારીની પીડિતાની માતાની ગૃહરાજ્ય મંત્રી પાસે ન્યાયની ગુહાર લગાવી હતી

નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાતની ઘટનાના 18 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે. ત્યારે પીડિતાની માતા દ્વારા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની ગુહાર લગાવી હતી. દરમિયાન આજે સુરત ખાતેના કાર્યક્રમમાં હાજર રહેલા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હું ફરી કહું છું, પીડિતાનો ભાઈ છું અને એમની માતાનો દીકરો છું. આરોપી ટૂંકા ગાળામાં દુનિયા સામે લાવીશું.

જે નરાધમોએ કૃત્ય કર્યું છે એ તમામને ચોક્કસ સજા મળશેઃ હર્ષ સંઘવી
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડોદરામાં જે નરાધમોએ કૃત્ય કર્યું છે એ તમામને ચોક્કસ સજા મળશે. ભોગ બનનાર પીડિતાની માતા એ જે પ્રકારની વાતો કરી છે હું આજે ફરી એક વખત આશ્વાસન આપું છું કે હું તેમના દીકરા તરીકે અને તેના ભાઈ તરીકે તેને ન્યાય અપાવીશ.

લાજપોર જેલના કેદીઓ માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ.
લાજપોર જેલના કેદીઓ માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ.

કેદીઓના સંબંધીઓ માટે બસ સેવા શરૂ
કેદીઓના સબંધીઓ માટે સીધા લાજપોર જેલ સુધી બસ સેવા મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉર્જામંત્રી મુકેશ પટેલે બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે હર્ષ સંઘવીએ દર્દીઓને સમયસર યોગ્ય તબીબી સારવાર મળી રહે તેને ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. કેદીઓના સંબંધીને લાજપોર જેલ તેમને મળવા માટે પહોંચવામાં પણ ખૂબ તકલીફ પડતી હતી. જેથી લાજપોર જેલના લોકો માટે બસ સેવા મળે તે માટે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ માગ કરી હતી. જેલના 3000 કેદીઓ માટે ઇમરજન્સી સેવા મળી રહે તે માટે સેવા આપવામાં આવી છે. જેલમાં બીમાર પડતા કેદીઓને સિવિલ સુધી લાવવા એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવી હતી.

ડ્રગ્સ માફિયાઓનું અંતિમ સ્થાન લાજપોર જેલ હશેઃ હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યમાં ડ્રગ્સ સામે લડત ઉપાડી છે. જે રીતે રાજ્ય સરકાર દ્વારા અને પોલીસ વિભાગ સતર્કતાથી રાજ્યભરમાં ડ્રગ્સ લાવનારાઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને તેમાં જે રીતે સફળતા મળી રહી છે. તેવી જ રીતે આગામી દિવસોમાં પણ કામ થશે. ડ્રગ માફિયાઓને ચેતવણી આપતા હોય તે રીતે હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ડ્રગ્સ સપ્લાય કરનારાઓ ચેતી જજો, ડ્રગ્સ સપ્લાય કરતાં ઝડપાયા તો તેમનું અંતિમ સ્થાન લાજપોર જેલ હશે. હર્ષ સંઘવીએ ગર્ભિત રીતે ચીમકી ઉચ્ચારી છે કે આવનાર દિવસોમાં ડ્રગ્સ માફિયાઓની ખેર નથી.

જેલના 3000 કેદીઓ માટે ઇમરજન્સી સેવા મળી રહે તે માટે સેવા આપવામાં આવશે.
જેલના 3000 કેદીઓ માટે ઇમરજન્સી સેવા મળી રહે તે માટે સેવા આપવામાં આવશે.

4 દિવસ પહેલા પણ ભાઈ તરીકે ન્યાય અપાવવાનું કહ્યું હતું
18 નવેમ્બરના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાના સોખડાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે નવસારીની વિદ્યાર્થિની પર થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે જણાવ્યું હતું કે પીડિત યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ. આરોપીઓને શોધવા જેટલી પોલીસ ફોર્સની જરૂર હશે એટલી આપીશું. ગુજરાત પોલીસની કોઈ બોર્ડર નથી, તમામ ટીમો ગુજરાત પોલીસ તરીકે કામ કરી રહી છે. પીડિતા યુવતીને ટૂંક સમયમાં ન્યાય અપાવીશ.

પીડિતા સુરત રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.
પીડિતા સુરત રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.

18 દિવસ પછી પણ પોલીસ અંધારામાં ફાંફાં મારી રહી છે
નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાતની ઘટનાના 18 દિવસ પછી પણ પોલીસ હજુ અંધારામાં ફાંફાં મારી રહી છે. પોલીસને કોઇ જ નક્કર કડી મળતી નથી. બીજી તરફ ગેંગરેપની ઘટનામાં પરિચિતોની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે મેદાનની આસપાસ સાઇકલની દુકાન ધરાવતા વેપારીઓ સહિતના લોકોની પૂછપરછ કરી હતી. પોલીસની ટીમે ઓએસિસની અન્ય સ્થળે આવેલી ઓફિસમાં પહોંચી પૂછપરછ કરી દસ્તાવેજો કબજે કર્યા હતા.

વલસાડમાં પીડિતાનો મૃતદેહ મળી આવ્યો હતો.
વલસાડમાં પીડિતાનો મૃતદેહ મળી આવ્યો હતો.

વોચમેનની ભેદી ભૂમિકા
વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યુટ ગ્રાઉન્ડમાં યુવતી પર ગેંગરેપ થયા બાદ ઘટના સ્થળે જોવા મળેલો વોચમેન હજી સુધી પોલીસના હાથે લાગ્યો નથી. જેથી વોચમેન શંકાના ઘેરામાં આવ્યો છે. રેલવે પોલીસે ઘટના સ્થળની આસપાસના 2 કિ.મી. વિસ્તારની 19 સોસાયટીઓના સિક્યુરિટી ગાર્ડની તપાસ કરી હતી, પરંતુ ગેંગરેની રાતે વેક્સિન ગ્રાઉન્ડમાં હાજર વોચમેન પોલીસને મળ્યો નહોતો.

ઘટનાના 18 દિવસે પણ આરોપી પોલીસ પકડથી દૂર છે.
ઘટનાના 18 દિવસે પણ આરોપી પોલીસ પકડથી દૂર છે.

300થી વધુ રિક્ષાચાલકો અને 19 શકમંદોની પૂછપરછ
પોલીસે બે દિવસમાં વેક્સિન મેદાનની આસપાસ 300થી વધુ રિક્ષાચાલકોની પૂછપરછ કરી હતી. 10 દિવસમાં અમદાવાદ-વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તથા રેલવે પોલીસે 19થી વધુ શકમંદની પૂછતાછ કરી હતી. પોલીસે ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, પીડિતા જે સાઇકલનો ઉપયોગ કરતી હતી તેના વિશે, સાઇકલ ક્યાં છે અને કઈ સાઇકલ છે, તે વિશે સંસ્થાના ટ્રસ્ટીઓ અથવા સંસ્થાની હિત ધરાવતા વ્યક્તિઓ સ્પષ્ટ જણાવતા નથી અને સંભવિત રીતે પુરાવાનો નાશ કર્યો છે. આ સાઇકલ ગુમ કરવામાં વોચમેનનો હાથ હોવાની શંકા સેવાઇ રહી છે.

બસ સહિતની સેવા શરૂ કરાઈ
સચિન લાજપોર જેલમાં સજા કાપી રહેલા કાચા અને પાકા કામના કેદીઓના પરિવારજનોને સુરતના અલગ અલગ વિસ્તારમાંથી લાજપોર સુધી આવવા માટે પડતી હાલાકી ને લઈ પાલિકામાં એક CT બસ સેવા શરૂ કરવા રજુઆત કરાઈ હતી. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ દ્વારા કરાયેલી રજુઆત ને પગલે આજરોજ પાલિકા દ્વારા સીટી બસ ની સેવા લાજપોર સુધી લંબાવવામાં આવી હતી. તેમજ કેદીઓ ને ઇમરજન્સી માં સારવાર માટે સિવિલ હોસ્પિટલ તાત્કાલિક ધોરણે પહોંચાડી શકાય તે માટે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. લાજપોર જેલ માં કેદીઓ શારીરિક રીતે મજબૂત રહે તે માટે જીમ નું પણ લોક અર્પણ કર્યું હતું.

બંદિવાનોને સંબોધન
બંદિવાનોને સંબોધન કરતા ગૃહરાજયમંત્રીએ જણાવ્યું હતું કે, જેલમાં બંદિવાનો માટે સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય તે હેતુથી આગામી સમયમાં સુરત જિલ્લામાં ઓપન જેલનું નિર્માણ કરવામાં આવશે. રાજયભરની જેલોમાં કેદીઓને સપ્તાહ દરમિયાન અલગ-અલગ પ્રકારનો પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ભોજન વ્યવસ્થાની નવી નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. ક્ષણિક આવેશમાં આવીને માણસ કયારેક મોટી ભુલ કરી બેસતો હોય છે ત્યારે જેલમાં આવ્યા બાદ અનેક કેદીઓના જીવનમાં આમુલ પરિવર્તનો પણ આવ્યા છે. જેલની બહાર ગયા બાદ શાંતિ અને સલામતી સાથે સમાજના લોકોને નવી ચેતના આપવાનું કાર્ય કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...