લોકડાઉન થવાનો ડર:સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતાં શ્રમિકોએ વતનની વાટ પકડી, ઉત્તરપ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં ધસારો વધ્યો

સુરત5 મહિનો પહેલા
નિયંત્રણોને કારણે શ્રમિકોમાં લોકડાઉનનો ફફડાટ ફેલાયો.
  • સુરત રેલવે સ્ટેશન પર શ્રમિકો પોતાના વતન પરત ફરવા મોટી સંખ્યામાં ઊમટી રહ્યા છે
  • કોરોનાની પહેલી અને બીજી લહેર પછી જેમ શ્રમિકો પોતાના વતને પરત ફરવા લાગ્યા હતા

અમદાવાદ પછી સૌથી વધુ કોરોનાના કેસ સુરત શહેરમાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ સરકારે રાજ્યમાં કેટલાક નિયંત્રણો મૂક્યાં છે. એક તરફ કોરોનાના કેસ અને બીજી તરફ નિયંત્રણોને કારણે શ્રમિકોમાં લોકડાઉનનો ફફડાટ ફેલાયો છે. એવામાં સુરતમાં રહેતા પરપ્રાંતી શ્રમિકોએ વતનની વાટ પકડી છે. સુરત રેલવે સ્ટેશન પર શ્રમિકો પોતાના વતન પરત ફરવા મોટી સંખ્યામાં ઊમટી રહ્યા છે. કોરોનાની પહેલી અને બીજી લહેર પછી જેમ શ્રમિકો પોતાના વતને પરત ફરવા મજબૂર બન્યા હતા, એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.

મિલોમાંથી શ્રમિકોને કાઢી મુકાયા હોવાના આક્ષેપ
સુરત રેલવે સ્ટેશન પર ઘણા શ્રમિકો એવા છે કે લોકડાઉનના ભયથી તેઓ પોતાના વતન જવા માટે મજબૂર થયા છે. તો કેટલાક શ્રમિકોને મિલમાલિકો 1 જાન્યુઆરીથી નોકરીમાંથી કાઢી મૂક્યા હોવાનો પણ શ્રમિકોએ આક્ષેપ કર્યો હતો. કોરોનાના કેસો વધતાં શહેરમાં અનેક મિલમાલિકો શ્રમિકોને નોકરી પર આવવાની ના પાડી રહ્યા છે. આ લોકડાઉનના ભયથી શ્રમિકો પલાયન થવા પર મજબૂર થઈ ગયા છે.

મુંબઈ બાદ હવે સુરતમાં પણ પલાયન શરૂ થઈ ગયું.
મુંબઈ બાદ હવે સુરતમાં પણ પલાયન શરૂ થઈ ગયું.

ઉત્તરપ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં ખીચોખચ શ્રમિકો જઈ રહ્યા છે
હાલમાં જ મુંબઈ રેલવે સ્ટેશન પર પલાયન થઈ રહેલા શ્રમિકોની દયનીય સ્થિતિ જોવા મળી હતી. સતત વધી રહેલા કોરોના કેસ અને ત્રીજી લહેરમાં લોકડાઉનને કારણે મુંબઈ બાદ હવે સુરતમાં પણ પલાયન શરૂ થઈ ગયું છે. સુરત રેલવે સ્ટેશન ખાતે ઉત્તરપ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં ખીચોખચ શ્રમિકો જઈ રહ્યા છે. તો મૂળ ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત અન્ય રાજ્યોથી શ્રમિકો રોજગારી માટે સુરત આવે છે. ત્યારે શહેરમાં કોરોનાના કેસ વધતાં મિલમાલિકો શ્રમિકોને નોકરીમાંથી કાઢી રહ્યા છે, એવામાં શ્રમિકોની સ્થિતિ કફોડી બની છે.

કોરોનાના કેસ વધતાં મિલમાલિકો શ્રમિકોને નોકરીમાંથી કાઢી રહ્યા છે. એવામાં શ્રમિકોની સ્થિતિ કફોડી બની.
કોરોનાના કેસ વધતાં મિલમાલિકો શ્રમિકોને નોકરીમાંથી કાઢી રહ્યા છે. એવામાં શ્રમિકોની સ્થિતિ કફોડી બની.

મંત્રીએ કહ્યું હતું-અત્યારે કોઈ લોકડાઉન લગાડવામાં નહીં આવે
તો આ તરફ રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અગાઉ સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારે કોઈ લોકડાઉન લગાડવામાં નહીં આવે. તેમ છતાં સુરતથી શ્રમિકોના પલાયનની શરૂઆત થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશનાં અન્ય રાજ્યોથી લાખોની સંખ્યામાં ગુજરાતના સુરત શહેરમાં શ્રમિકો ટેકસટાઈલમાં મજૂરી કરવા આવે છે.

પહેલી અને બીજી લહેરમાં શ્રમિકો વતન જતા રહ્યા હતા
પહેલી લહેરમાં લોકડાઉનને કારણે શ્રમિકોને ખાવાનાં પણ ફાંફાં પડી ગયાં હતાં. ત્યારે સ્થિતિ વણસી હતી. ત્યાર બાદ બીજી લહેરમાં કોરોના સંક્રમણને કારણે સુરતમાં કોરોના પોઝિટિવની સંખ્યા એટલી હદે વધી ગઈ હતી કે સુરત શહેરની તમામ ખાનગી હોસ્પિટલોમાં બેડ ફુલ થઇ ગયાં હતાં. સિવિલ હોસ્પિટલોમાં પણ વેન્ટિલેટર ઉપલબ્ધ થશે કે કેમ એ એક હવે મોટો પ્રશ્ન હતો. પરિણામે, લોકોને લોકડાઉન ડર વચ્ચે સુરત છોડી જતા રહ્યા હતા. જુલાઈ મહિનામાં સ્થિતિ થોડી સામાન્ય થવા છતાં પણ શ્રમિકો પરત સુરત આવવા માટે ડરી રહ્યા હતા.

ડિંડોલી, ગોડાદરા, ઉધના, પાંડેસરામાં પરપ્રાંતીઓ વધુ
સુરતમાં ટેક્સટાઈલ સહિતના અનેક મોટા ઔદ્યોગિક એકમોમાં દેશનાં વિવિધ રાજ્યોમાંથી રોજગારી મેળવવા માટે લાખોની સંખ્યામાં લોકો સુરતમાં રહે છે. પહેલી અને બીજી લહેરમાં પરપ્રાંતીઓની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ હતી. તેમને પોતાના માદરે વતન જવા માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી. રતના ડિંડોલી, ગોડાદરા, ઉધના, પાંડેસરા વિસ્તારમાં માટે સંખ્યામાં પરપ્રાંતીઓ રહે છે.

મહેન્દ્રએ કહ્યું કે,લોકો કહે છે કે, રોજગારી બંધ થઈ જશે
મહેન્દ્રએ કહ્યું કે,લોકો કહે છે કે, રોજગારી બંધ થઈ જશે

ગત વખતે ઘણી મુશ્કેલી ભોગવી
શ્રમિક મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ હોવાથી હું પોતાના વતન પરત જઈ રહ્યો છે. અહીં 2થી 3 મહિના સુધી ઘણી તકલીફો ભોગવી છે. આ જ કારણ છે કે, હવે હું ઘરે જઈ રહ્યો છું. લોકો કહે છે કે, રોજગારી બંધ થઈ જશે. ગયા વખતે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ખાવા માટે પૈસા નહતા અને માલિકે જણાવી દીધું છે કે, જેને જવું હોય તે જાય મિલો બંધ થઈ રહી છે. મશીનો તો ઘણી બંધ થઈ ગયા છે.

રોહિતએ કહ્યું કે,ધીમેધીમે બધું બંધ થઈ રહ્યું હોવાથી વતન જઈ રહ્યો છું.
રોહિતએ કહ્યું કે,ધીમેધીમે બધું બંધ થઈ રહ્યું હોવાથી વતન જઈ રહ્યો છું.

અડધી મિલ બંધ થઈ
શ્રમિક રોહિતભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના ભયથી હું બિહાર જઈ રહ્યો છું. શાળાઓ પણ બંધ થઈ ગઈ છે. સાંભળ્યું છે કે, લૉકડાઉન આવશે. અત્યારે શહેરમાં કોરોનાના કેસ પણ વધ્યા છે. આ માટે ડર લાગે છે. દુર્ગા મિલમાં નોકરી કરતો હતો. જોકે, અત્યારે નોકરી ચાલુ છે, પરંતુ અડધી મિલ બંધ છે. અમારી પણ બંધ થઈ જશે.

પ્રમોદે કહ્યું કે,ગયા વખતે બેરોજગાર થયો હતો અને ઘરે બેસવું પડ્યું હતું
પ્રમોદે કહ્યું કે,ગયા વખતે બેરોજગાર થયો હતો અને ઘરે બેસવું પડ્યું હતું

ગયા વખતે ઘરે બેસવું પડ્યું હતુંઃ શ્રમિક
શ્રમિક પ્રમોદ યાદવે જણાવ્યું હતું કે, ગયા વખતે બેરોજગાર થયો હતો અને ઘરે બેસવું પડ્યું હતું. ઘરેથી પૈસા મગાવવા પડ્યા હતા. આ વખતે પણ મિલોમાં કામ અડધું થઈ ગયું છે. મિલ અડધી બંધ છે અને અડધી ચાલુ છે. મિલો બંધ થવાની શરૂઆત થઈ ગઈ છે. 17 માર્ચે હોળી છે. તે સમય દરમિયાન શું થશે એની ખબર નથી. અત્યારે તો ઓછું બંધ છે પણ લાગે છે કે, નિયમો કડક થઈ જશે. હોળી પહેલા ગઈ વખતે બંધ થઈ ગયું હતું. એ માટે જ લોકો ગામ જવા નીકળી રહ્યા છે.

ભયથી પલાયન
સુરતના લેબર કોન્ટ્રાક્ટર રાજેશ સિંહે જણાવ્યું હતું કે, હું પોતે બિહારનો રહેવાસી છું. અત્યારે કોરોનાનો માહોલ છે અને કોરોનાના કેસ વધતા હોવાથી લોકો જોઈ રહ્યા છે. આના કારણે જેટલા પણ શ્રમિકો છે. તેઓ પોતાના વતન જઈ રહ્યા છે. આ લોકો પહેલા લૉકડાઉનમાં ફસાઈ ગયા હતા. તો કેટલાક કારીગરો ભયથી પલાયન કરી રહ્યા છે. ટેકસટાઈલમાં હાલ સમસ્યા છે. એ સાંભળી રહ્યા છે. માર્કેટમાં માલનું વેચાણ પણ ઓછું થઈ રહ્યું છે. શ્રમિકોને સમજાવવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ શ્રમિકો સમજી રહ્યા નથી.