તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:બનાવટી GI સર્ટિથી ખોટા હીરા વેચનાર ધર્મેશ સામે ગુનો દાખલ, યુએસની જીઆઇ કંપનીથી રિપોર્ટ આવ્યો

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GIના સુરત બ્રાંચની ડિરેક્ટરે ફરિયાદ નોંધાવી

પખવાડિયા પહેલા મહિધરપુરા હીરા બજારમાંથી જીઆઈએ સર્ટિફિકેટ અને ખોટા હીરા સાથે વેપારી ધર્મેશ પટેલ પકડાયો હતો. જેની વિરુદ્ધ અમેરિકાની જીઆઈએ કંપનીના સુરત ડાયરેક્ટરે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પખવાડિયા પહેલાં મહિધરપુરા પોલીસને બાતમી મળી હતી કે મહિધરપુરા થોભા શેરીમાં ધર્મેશ વિસા પટેલ( રહે. શાલિન એપાર્ટમેન્ટ, કતારગામ) નામનાે હીરા વેપારી જીઆઈએ સર્ટિંફિકેટ અને ખોટા હીરા વેચે છે. આ બાતમીના આધારે ઉમરા પોલીસે આરાેપી ધર્મેશ પટેલને પકડી પાડી તેની પાસેથી 24 જેટલાં જીઆઈએ સર્ટિફિકેટ અને 5 ખોટા હીરા કબજે કર્યા હતા.

પોલીસે તે સમયે સીઆરપીસી 41 વન ડી મુજબ નોંધ કરીને તપાસ અાગળ વધાવી હતી.આ કેસમાં એક રિપોર્ટ જીઆઈએ કંપનીને મોકલ્યાે હતાે. તેમાં જે સર્ટિફિકેટ કબજે કર્યા હતા તેની ડિટેઈલ અને હીરાની વિગતો મોકલી હતી. જીઆઈએની મુખ્ય ઓફિસ અમેરિકાના કેલિફોર્નિયાથી આવેલા રિપોર્ટમાં જણાયું હતું કે, 24માંથી 10 સર્ટિફિકેટ બનાવટી હતા તેમજ તેના જેવા જ હીરા કબજે કર્યા હતા તે પૈકી માત્ર એક હીરો જીઆઈએ દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવ્યાે હતો.

ઉપરાંત અને ચાર પૈકી બે નેચરલ હીરા હતા પરંતુ જીઆઈએએ સર્ટિફાઈ કર્યા ન હતા. બે હીરા તો સિન્થેટિક હતા.બનાવટી જીઆઇ સર્ટિના આધારે ખાેટાં હીરા વેચનાર ધર્મેશ પટેલ વિરુદ્ધ જીઆઇ સુરત બ્રાંચના ડિરેક્ટર ફોરમબેન કેતન ઝવેરી(રહે. રાજહંસ સીમ્ફોનીયા, વેસુ) વિવિધ કલમો હેઠળ મહિધરપુરામાં ફરિયાદ નાેંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...