નિવેદન:‘બાઈક પર પોટલાં લઈ જનાર ક્રાઈમ નથી કરતો, તેમને થનારી કનડગત ક્યારેય સાંખી ન લેવાય’

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. - Divya Bhaskar
સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
  • ટેક્સટાઈલ એમ્બ્રોઈડરી જોબવર્ક એસો.ના સ્નેહ મિલનમાં સી.આર પાટીલનું સંબોધન

જેની આવક 500 રૂપિયાની હોય અને તે સાડીના પોટલા બાઇક પર લઇ જતો હોય અને તેને ટ્રાફિક પોલીસ રોકી એક હજારનો દંડ ફટકારે આ બાબતને લઇને લોકોમાં ખૂબ રોષ હતો. મારી પાસે પ્રતિનિધિમંડળ આવ્યું એટલે મેં પાેલીસ કમિશનરને કહ્યું કે, આ લોકો કોઇ ક્રાઇમ કરતાં નથી. આ લોકો માલ પ્રાઈવેટ વાહનમાં લઈ જાય તો ભાડું પોસાય તેમ નથી. જેથી બાઈક પર પોટલા લઈ જનારને દંડ ન થાય તેવી સૂચના આપવી જોઇએ.’ સીપીની સૂચના બાદ બીજા દિવસથી હેરાનગતિ બંધ થઈ ગઈ.

હજી કોઈ મુશ્કેલી પડે તો મને ફોન કરજો. આ વાત સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ટેક્સટાઈલ એમ્બ્રોઈડરી જોબવર્ક એસો.ના પ્રથમ સ્નેહમિલનમાં કહી હતી. કાર્યક્રમમાં કેન્દ્રિય રાજ્ય કાપડ મંત્રી દર્શના જરદોશ, એમ.એસ બીટ્ટા અને મથુર સવાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

ટેક્સટાઈલ પાર્ક માટે સુરત લાયક છે
ટેક્નિકલ ટેક્સટાઇલ, રેડીમેડ ગાર્મેન્ટ માટે પીઆઈએલ યોજના છે. યોજનાનો લાભ લેવો જોઈએ. સુરતની સુવિધાઓને જોતા લાગે છે કે, મેગા ટેક્સટાઈ પાર્ક માટે સુરત લાયક રહેવાનું છે. > દર્શના જરદોશ, કેન્દ્રિય રાજ્ય કાપડમંત્રી

જીએસટી પોસ્ટપોન જ રહેશે તમે ચિંતા નહીં કરતાં
હવે તો સત્તામાં છીએ. કેન્દ્રમાં અને રાજ્યમાં કોર્પોરેશનથી ગ્રામ પંચાયત સુધી. તમને આંચ નહીં આવે.તમે નિશ્ચિત રહેજો. જીએસટી કાઉન્સિલની બેઠક પછી કેટલાં લોકો અપપ્રચાર કરે છે કે, જીએસટી માત્ર પોસ્ટપોન છે, પરંતુ પોસ્ટપોન જ છે તમે ચિંતા ન કરતાં. લોકોની વાતમાં આવતા નહીં. જ્યારે પણ જ્યાં અમારી જરૂર હશે ત્યારે કહેજો, અમે તમારી મદદ કરવા આવીશું તેની હું ખાત્રી આપું છું.’ > સી. આર.પાટીલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ,સાંસદ

અન્ય સમાચારો પણ છે...