તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમી:ગુરૂવારથી શહેરમાં કેરીનું વેચાણ શરૂ, પ્રથમ દિવસે પાંચ જ ટ્રક ભરીને આવેલા 2000 બોક્સનું કલાકમાં જ વેચાણ થયું

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વલસાડ અને નવસારીથી કેરીનો જથ્થો નહીં આવવા મર્યાદિત પાક જ આવી શક્યો

પાલિકા કમિશનરની પરવાનગીના પગલે શહેરમાં કેરીનું વેચાણ તો શરૂ થયું હતું. એપીએમસીએ શહેરમાં કુલ 6 સ્પોટ નક્કી કર્યા હતા. એપીએમસીના ચેરમેન રમણ જાની અને વાઈસ ચેરમેન જણાવે છે કે, સુરતમાં આજે 5 ટ્રક ભરીને કેરીનો પાક આવ્યો હતો. કુલ 20,000 કિલો કેરીનું હાથો-હાથ 1 કલાકમાં જ વેચાણ થઈ શક્યું છે પરંતુ વલસાડ અને નવસારીના અધિકારીઓના કડક વલણના કારણે સુરતમાં વસતાં ખેડૂતો કે જેમનો પાક અન્ય જિલ્લામાં થાય છે, તેમને તે જિલ્લાઓમાં પ્રવેશ નહીં આપવાના કારણે મર્યાદિત પાક જ શહેરમાં આવી શક્યો છે. 
કેસર મણ દીઠ 1450 જ્યારે હાફૂસનું 1500માં વેચાણ
ભીમરાડના બળવંતભાઈ પટેલ જણાવે છે કે, નવસારીના ખડસૂપામાં 55 વીંઘામાં આંબા વાવ્યા છે. જોકે નવસારીમાં પ્રવેશ નહીં મળવાના કારણે ત્યાંથી કેરી લાવી શકાતી નથી. પરવાનગી નહીં મળશે તો મોટું નુકશાન સર્જાશે.
ડુંગરીથી માલ લાવવા દેવાતો નથી
વલસાડના ડુંગરીના ખેડૂત હિતેશ દેસાઈ જણાવે છે કે, મોટા પ્રમાણમાં અમારો પાક તૈયાર છે. સુરત થઈને બહારગામ પણ જતો હોઈ છે પરંતુ વલસાડથી માલ લઈ જવાની જ પરવાનગી આપવામાં આવતી નથી. જેના કારણે કેરી સુરતમાં વેચાણ માટે લાવી શકાતી નથી.
મે પછી કેરીના દરમાં ઘટાડો થશે
વરસાદી ઝાપટા કારણે મોર ખરી પડતાં 30 ટકા પાકને નુકશાન થયું છે. કેસર કેરી મણ દીઠ 1450 જ્યારે હાફૂસ 1500 રૂ. વેચાણ થઈ છે. તા.22 મે પછી પાક આવશે તેના દરમાં ઘટાડો આવશે.
20મીથી વેચાણ શરૂ થઇ શકે છે
એપીએમસીના પદાધિકારીઓ જણાવે છે કે, કેરીને શહેરમાં પ્રવેશવા પરવાનગી મળી નથી. જો વલસાડ-નવસારીથી કેરીના પાકને લાવવાની પરવાનગી આપવામાં આવે તો વધુ 6 સ્પોટ પર તા.20મી મે પછી વેચાણ શરૂ કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો