તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પોસ્ટ કોવિડ ફાયબ્રોસીસથી બચવા હોમ આઈસોલેશનમાં કાળજી રાખવી જરૂરી

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચેમ્બરમાં ‘કોવિડ પાર્ટ 2’ની જનજાગૃતિ વિષય પર યોજાયો વેબિનાર

આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ જો બંને ટેસ્ટ પોઝિટિવ આવે તો ચોક્કસ કોરોના છે એવું કહી શકાય પણ જો નેગેટીવ આવે તો રેપિડ ટેસ્ટ કર્યો હોય તો 20 થી 50 ટકા કેસમાં જ પોઝિટિવ આવે. જેથી 50 થી 80 ટકા શક્યતા બને કે હજી પણ એ બીમારી હોઈ શકે. મોટી ઉંમરના લોકો તેમજ પહેલેથી ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાઈપરટેન્શન તથા અન્ય રોગોથી પીડાતા હોય તેવા લોકોને આ બિમારી વધારે છે, તેમનો મૃત્યુ દર વધારે છે.

પરંતુ કોઈપણ વ્યક્તિ એવુ નહિં કહી શકે કે મને કોવિડ નહિં થાય. ભલે તેમને એકવાર થઈ ગયો હોય. આ એક એવી બિમારી છે જે કોઈને પણ થઈ શકે છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘કોવિડ પાર્ટ ર’ની જનજાગૃતિ વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો.પારૂલ વડગામા, ડો.મુકુર પેટ્રોલવાલા અને ડો.પ્રતિક સાવજે વાત કરી હતી.

વેકસીન ન આવે ત્યાં સુધી માસ્ક જ વેકસીન છે
કોવિડ સાથે બીજી પણ અસામાન્ય બિમારીઓ પણ દેખાઈ રહી છે. હાર્ટએટેક અને લકવાની બિમારીઓ વધારેમાં વધારે જોવા મળી છે. પેટમાં દુખાવો, ડાયેરિયા, માથાનો દુખાવો જેવા લક્ષણો તેમજ બાળકોના સ્પેશિયલ રોગો પણ જોવા મળી રહ્યા છે. આ દરેક લક્ષણો અસામાન્ય છે. અને તેના માટેની તૈયારી હવે દરેકે રાખવી પડશે. જયારે કોઈ કંપની નક્કી કરે કે કોરોનાની રસી બનાવી છે. અને પછી તે સફળ થાય ત્યાં સુધી 8 વર્ષ લાગી જાય છે. જેમાં પણ ફેઝ-1,2, 3 હોય. સામાન્ય રીતે રસી બનતા 8 થી 10 વર્ષનો સમય લાગે છે. અત્યારે ફેઝ-3 ટ્રાયલમાં 3 કંપનીમાં નામ આવે છે. વેકસીન સૌથી સેફ છે. તેની સાઈડ ઇફેક્ટના ડરથી તેને અવોઈડ નહિ કરવી જોઈએ. જયાં સુધી વેકસીન નહિં આવે ત્યાં સુધી માસ્ક જ વેકસીન છે.

કોવિડમાં પહેલું કોમ્પલિકેશન ફેફસાનું ફાયબ્રોસીસ છે
કોવિડમાં દરેક વ્યક્તિને સામાન્ય રીતે ફેફ્સામાં સોજો આવે છે. ફેફસામાં કંઈક વાગ્યું હોય તો તેના પછી ફાઈબ્રોટીક નિશાન બને છે. જેમાં ફેફસાં ફુલાતા નથી પણ તેનું વિસ્તરણ થઈ જાય છે. તેવી પરિસ્થિતિને પોસ્ટ કોવિડ ફાયબ્રોસીસ કહેવાય છે. કોવિડમાં પહેલું કોમ્પલિકેશન ફેફસાનું ફાયબ્રોસીસ છે. જેમાં દર્દીને ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. શ્વાસ ચડી જાય છે. અને એવાં કેસમાં સીટીસ્કેન કરાવવાથી જ ખ્યાલ આવે છે કે તેનું ફાયબ્રોસીસ વધી રહ્યું છે. જેને વધતું અટકાવવા માટે સ્ટિરોઈડ મહત્વનું છે. આ ફાયબ્રોસીસ ફક્ત કોવિડમાં જ થાય છે એવું નથી. ઘણા બધાં બીજા વાયરલ ઇન્ફેકશનમાં પણ તે થતું હોય છે.

પોસ્ટ કોવિડમાં ન્યૂરોલોજી મુશ્કેલીઓ ઉભી થઈ
પોસ્ટ કોવિડમાં બીજી ન્યુરોલોજીકલ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જેમાં મગજ અને તેની આજુબાજુના કરોડરજ્જુને લઈને થઈ મુશ્કેલીઓ વધી શકે છે. જેમાં દર્દીને લકવો, હેમરેજ થઈ શકે છે. ઘણા દર્દીની યાદ શક્તિ ઓછી થઈ જાય છે. ઘણા દર્દીને પોસ્ટ કોવિડ પછી ખેંચ પણ આવી શકે છે. નાના બાળકોમાં હૃદય પર સોજો આવી જાય છે. અથવા તો ઘણા કેસમાં હાર્ટરેટ ઓછો થઈ જાય છે. જેના કારણે પણ મૃત્યુ થઈ શકે છે. આ દરેક વસ્તુને રોકવા માટે 14 ના હોમ આઇસોલેશન પિરિયડમાં પૂરતી કા‌ળજી રાખવી જરૂરી છે. અને સીટીસ્કેન કરાવી લેવું જોઈએ.

બીજા ફેઝમાં ડ્રોપલેટથી વધુ કોરોના ફેલાયો
સૌથી અગત્યનું મોડ છે ડ્રોપલેટ ટ્રાન્સમિશન. એટલે કે આપણા બોલવા, હસવા, ખાસી, છીંકમાંથી જે નાના નાના બિંદુઓ બહાર નીકળે છે તેને ડ્રોપલેટ કહે છે. એ ડ્રોપલેટમાં આ વાઇરસ હોય છે. જે 1થી 2 મીટર સુધી ફેંકાઈ શકે છે. બીજા ફેઝમાં અ્ન્ય ફેકટરને બદલે ડ્રોપલેટથી વધુ વાઈરસ ફેલાયો જે બીજા ફેઝમાં વધારે દેખાયો.જેથી SMS જરૂરી છે. એટલે કે સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક, હેન્ડ સેનિટેશન.


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો