ચેતજો:19 દિવસમાં 8 ATMમાંથી કાર્ડ રીડરની ચોરી અને 3માં પ્રયાસ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ATMનો ઉપરનો ભાગ તોડી કાર્ડ રિડર ચોરી લેવામાં આવે છે - Divya Bhaskar
ATMનો ઉપરનો ભાગ તોડી કાર્ડ રિડર ચોરી લેવામાં આવે છે
  • કાર્ડના ડેટાનું વેચાણ અથવા કાર્ડ ક્લોન થઇ શકે
  • એક્સિસના ATMને ટાર્ગેટ બનાવતી ટોળકી સક્રીય

શહેરમાં એક્સિસ બેંકના એટીએમમાંથી કાર્ડ રીડરની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે. ટોળકીના બે સાગરિતો કેમેરામાં કેદ થયા છે અને મોઢા પર રૂમાલ બાંધી આવતા હોય છે. ખાસ કરીને ટોળકી એક્સિસ બેંકના એટીએમમાં પેચીયા જેવા સાધનથી ATMનો ઉપરનો ભાગ તોડી તેમાંથી કાર્ડ રીડર ચોરી કરી 10 થી 15 મિનિટમાં ત્યાંથી નીકળી જાય છે. ટોળકીએ 19 દિવસમાં એક્સિસ બેંકના 11 ATM પૈકી 8 માંથી કાર્ડ રીડરની ચોરી કરી તો અન્ય 3 ATMમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.

જેમાં 30મી જુલાઇથી 9મી ઓગસ્ટ સુધીમાં ઉધના-2, ડિંડોલી, પુણા, પાંડેસરા અને વરાછામાંથી એક-એક મળી 5 ATM તેમજ 11મી થી 16મી ઓગસ્ટ સુધીમાં બમરોલી, નવાગામ સહિત 3 જગ્યાએથી કાર્ડ રીડરની ચોરી કરી હતી. ઉપરાંત 19મી થી 21મી ઓગસ્ટ સુધીમાં કતારગામના 3 વિસ્તારોના એક્સિસ ATMમાં ચોરીનો પ્રયાસ થયો છે. ટોળકી ગ્રાહકોના એટીએમ કાર્ડનો ડેટા મેળવી તેના પરથી એટીએમ કાર્ડ ક્લોન(ડુપ્લીકેટ) બનાવી કે પછી ડેટા ઓનલાઇન વેચી દેતા હોવાની આશંકા છે. કાર્ડ રીડરમાં મોટી સંખ્યામાં ગ્રાહકોના ડેટા હોય છે. હાલમાં પાંડેસરા પોલીસે કાર્ડ રીડર ચોરી બાબતે ગુનો નોંધ્યો છે.

એક્સિસ બેંકના 5 ATMમાં કાર્ડ રીડર ચોરીની વિગતો
30 જુલાઇએ 3 ફરિયાદ
1. સુખીનગર-2,બમરોલી રોડ
2. અંબિકાનગર-2,ડિંડોલી
3. કૈવલ કોમ્પલેક્ષ,નવાગામ
8 ઓગસ્ટે 2 ફરિયાદ
1. શીવકૃપા ઈન્ડ, હરીનગર, ઉધના
2. શીવ કોમ્પલેક્ષ, પુણાગામ

8 ATMમાં ગયેલા લોકોએ સાવચેત થવાની જરૂર
30મી જુલાઇ થી 9મી ઓગસ્ટ સુધીમાં એક્સિસ બેંકના જે 5 એટીએમમાંથી કાર્ડ રીડરની ચોરી થઈ તે એટીએમમાં જે કોઈ રૂપિયા ઉપાડવા ગયા હોય તેવા લોકોએ સાવચેત થવાની ખાસ જરૂર છે. નહિ તો ફ્રોડ થવાની સંભાવના છે.

ચોર મશીનના જાણકાર હોય તેવું લાગી રહ્યું છે
જ્યા સૌથી વધારે ટ્રાન્જેક્શનો થયા છે તેવા એક્સિસ બેંકના ATM જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ટોળકીએ ટાર્ગેટ કર્યા છે. ચોર મશીનરીના પણ જાણકાર હોય એવુ લાગે છે. - રાજેશ મૂલચંદાની, લીગલ એડવાઇઝર, હિટાચી પેમેન્ટ કંપની

ભાસ્કર એક્સપર્ટ: ડો.ચિંતન પાઠક, સાયબર એક્ષપોર્ટ

આ કાળજી રાખવી જરૂરી

  • ખાતેદાર બેંકને અરજી કરી જણાવી શકે કે, બેંકના ATMમાંથી કાર્ડ રીડરની ચોરી થઈ હોવાથી ખાતાની સુરક્ષા અંગે જરૂરી પગલાં લેવા. સાથે રીસિવ કોપી લેવી
  • જે બેંકના ATM 24x7 સિક્યુરિટી ગાર્ડ હોય તેનો ઉપયોગ કરો
  • તમારા પિન નંબર દર 6 મહિને બદલી નાખો.
  • અજાણ્યા વ્યક્તિને કે જે બેંક કે એવી કોઈ સંસ્થામાંથી બોલું છું કહી ફોન પર અંગત માહિતી જેવી કે, નામ, પિન નંબર કે સીવીવી નંબર માંગે તો આપવાનું ટાળો.
અન્ય સમાચારો પણ છે...