તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુરત:ખાડીના પુલ પર ધસમસતા પાણીમાં કાર ખેંચાઈ, ચાલક-કારને બચાવતું સ્થાનિક લોકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

સુરતએક મહિનો પહેલા
કાર પાણીમાં ખેંચાઇ તે પેહલા ટ્રેક્ટર દ્વારા બહાર કાઢી લીધી
  • ખાડી ઉપરથી વાહન ચાલકો જીવના જોખમે વાહન લઇને પસાર થાય છે
  • ભૂતકાળમાં વાહન લઈ અથવા પગપાળા જવામાં લોકોએ જીવ ગુમાવ્યો છે

જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી અને કામરેજ તાલુકાના ઓવિયાણ ગામની વચ્ચે આવેલા ખાડીના પુલ પર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ પાણી પસાર થાય છે. ત્યાર ઓવિયાણ ગામ તરફથી એક કાર ચાલક પુલ પસાર કરવા જતાં પાણીના પ્રવાહમાં કાર ખેંચાવા લાગી હતી. આ દરમિયાન કાર ચાલક ગાડીની બહાર નીકળી ગયો હતો. આ ઘટના જોઈ રહેલા સ્થાનિકો દોડી આવ્યા હતા અને કાર પણ પાણીમાંથી બહાર કાઢી લીધી હતી. સદનસીબે મોટી હોનારત ટળી હતી

કાર પાણીમાં ખેંચાઇ તે પેહલા બહાર કાઢી લીધી
અંત્રોલી અને કામરેજ તાલુકાના ઓવિયાણ ગામની વચ્ચે આવેલા ખાડીના પુલ પરથી પાણી પસાર થતું હતું. 3 ફૂટ જેટલા પાણીમાં ઓવિયાણ તરફથી ક્રેટા કાર લઈને ચાલકે અંત્રોલી તરફ પુલ પરથી આવવાનો પ્રયાસ કરતા કાર પાણીમાં ખેંચાવવા લાગી હતી. જેથી કાર ચાલક કારમાંથી ઉતરી ગયો હતો. જોકે આ દરમિયાન અંત્રોલી અને ઓવિયાણ તરફથી સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા. ચાલકને બહાર કાઢી કાર પાણીમાં ખેંચાઇ તે પેહલા ટ્રેક્ટર દ્વારા તેને બહાર કાઢી લીધી હતી. જેથી મોટી હોનારત થતા અટકી ગઇ હતી

ખાડીના પુલ પરથી જીવના જોખમે પસાર થાય છે
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલીથી કામરેજ તાલુકાના ઓવિયાણ ગામ વચ્ચે આવેલ ખાડીના પુલ ઉપરથી ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ પાણી પસાર થઈ રહ્યું છે. આમ છતાં આ ખાડી ઉપરથી વાહન ચાલકો જીવના જોખમે વાહન લઇને પસાર થાય છે. ભૂતકાળમાં આ પુલ ઉપર ચોમાસા દરમિયાન પાણી હોય અને વાહન લઈ અથવા પગપાળા જવામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો