તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાકરાપાર નજીક બનેલી ગમખ્વાર ઘટના:કાર ચાલકે અડફેટમાં લેતા ગર્ભવતી મહિલાનું મોત, પિતા અને બે પુત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

સુરત20 દિવસ પહેલા
 • કૉપી લિંક

કામરેજથી વતન જવા માટે બાઈક પર નીકળેલા પરિવારને કાકરાપાર નજીક અજાણ્યા ફોરવ્હીલ ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલી ગર્ભવતી પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં પતિ અને બે પુત્રીઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે દાખલ કરાઈ છે. બનાવ અંગે ખટોદરા પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધી આગળની તપાસ કાકરાપાર પોલીસને સુપરત કરી છે.

મળતી માહિતી મુજબ કામરેજના કોળી ભરથાણા ખાતે રહેતા અને મુળ ડાંગના કારેલી ગામના વતની સંદિપ પવાર(32) ગર્ભવતી પત્ની વનિતા(30)પુત્રીઓ અમિષા(3)અને દિપાલી(4) સાથે ત્રણ મહિના અગાઉ કામરેજ ખાતે શેરડી કાપવાની મજુરી કરવા માટે આવ્યા હતા. શનિવારે તેઓ બાઈક પર પોતાના વતન જવા માટે નીકળ્યા હતા. દરમિયાન કાકરાપાર તાડકુવા પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે તેમને અડફેટમાં લીધા હતા અને નાસી છુટ્યો હતો.

આ અકસ્માતમાં સંદિપભાઈ તેમની પત્ની વનીતા તેમજ પુત્રીઓ દિપાલી અને અમિષા ગંભીર રીતે ઘવાતા ચારેયને સારવાર માટે પ્રથમ વ્યારાની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટુકી સારવાર બાદ અમિષાબેનનું મોત નિપજ્યું હતું. અમિષાબેન પાંચ મહિનાથી ગર્ભવતી હતા. બનાવ અંગે ખટોદરા પોલીસે બનાવ અંગે ઝીરો નંબરથી ગુનો નોંધી આગળની તપાસ કાકરા પોલીસને સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો