તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્નિંગ કાર:સુરતના સરથાણામાં કારમાં આગ લાગી, ચાલકનો આબાદ બચાવ, બેટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન

સુરત2 મહિનો પહેલા
રોડ પર સળગતી કાર જોઈને લોકો પણ એકઠાં થઈ ગયા હતા.
  • આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી
  • ફાયર વિભાગે કારની આગ પર કાબૂ મેળવ્યો

સરથાણા નવજીવન સર્કલ નજીક રાત્રે એક કારમાં બેટરીમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગી જતા આખી કાર સળગીને ખાખ થઈ ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાય ન હતી. ચાલક સમયસર બહાર નીકળી જતા બચાવ થયો હતો. ઘટનાની જાણ બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી જઈને બર્નિંગ કાર પર પાણીનો મારો કરી આગને કાબૂમાં લીધી હતી.

ચાલક સમયસર બહાર નીકળી જતા બચાવ થયો.
ચાલક સમયસર બહાર નીકળી જતા બચાવ થયો.

લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોલ લગભગ 11:30 વાગ્યાનો હતો. ઘટના સ્થળે ગયા બાદ કાર ભડભડ સળગતી હતી. લોકોની ભીડ વચ્ચે બર્નિંગ કાર પર પાણીનો મારો કરી આગ કાબૂમાં લીધી હતી. તપાસ કરતા ખબર પડી હતી કે, કાર વરના હતી અને GJ-05-JP-4989 નંબરની હતી.

ફાયર વિભાગ કાબૂ મેળવે તે પહેલા કાર બળીને ખાખ થઈ ગઈ.
ફાયર વિભાગ કાબૂ મેળવે તે પહેલા કાર બળીને ખાખ થઈ ગઈ.

આખી કાર બળી ને ખાખ થઈ ગઈ
કીશન રાબડીયા (કાર ચાલક) એ જણાવ્યું હતું કે, કાર મારા મિત્ર પ્રદીપભાઈની હતી. હું વરાછા મહાવીર ચોકથી શ્યાધામ જઇ રહ્યો હતો. અચાનક બોનેટમાંથી ધુમાડો નીકળ્યા બાદ આગ ફાટી નીકળી હતી. તાત્કાલિક કાર રોડ બાજુએ દબાવી ફાયરને જાણ કરી હતી. બેટરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાયું હતું. ગણતરીની મિનિટોમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો