રસ્તા પર પાર્ક થયેલી કારમાં આગ:અડાજણમાં અચાનક કારમાં આગ ભભૂકી, મોંઘીદાટ લક્ઝુરિયસ કારમાં આગ લાગતાં અફરાતરફરી મચી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અડાજણ વિસ્તારમાં રોડ પર પાર્ક કરેલી કાર અચાનક સળગી ઊઠી.

સુરતના અડાજણ વિસ્તારમાં રોડ પર પાર્ક કરેલી કાર અચાનક સળગી ઊઠી હતી. કારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાય રહ્યું છે. ઘટનાની જાણ ફાયરને કરાતા અડાજન ફાયરની ટીમ ઘટના પહોંચી તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

રોડ પર ઉભેલી કાર અચાનક ભડકે બળી
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એલ પી સવાણી પાસે રોડની સાઈડ પર પાર્ક કરેલી કાર અચાનક ભડકે બળી હતી. કાર ચાલક કાર પાર્ક કરીને બહાર ગયો હતો ને થોડી જ વારમાં કાર ભડકે બળવા લાગી હતી. મોંઘી લક્ઝુરિયસ ક્રેટા કારમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આગ લાગતા થોડા સમય માટે અહીં અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો.

ફાયરની ટીમે પહોંચી આગ પર કાબુ મેળવ્યો
​​​​​​​
કાર આગમાં ભડભજ ભડકે બળતા ઘટનાની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરને જાણ થતા જ તાત્કાલિક અડાજણ ફાઈલ સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી આવી હતી. આગ પર પાણીનો મારો ચલાવી ફાયર વિભાગની ટીમે ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે રોડ પર પાર્ક કરેલી કારમાં આગ લાગી હોવાથી સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

સ્થાનિક લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ​​​​​​​ કર્યો હતો
કારમાં અચાનક જ આગ લાગી હોવાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા પણ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા ફાયર સેફ્ટીના સાધનોથી કારમાં લાગેલી આગ ઓલવવા મથામણ કરી હતી. જોકે આગ કાબુમાં ન આવતા ફાયરને જાણ કરાઈ હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ તો મેળવી લીધો હતો પરંતુ સમગ્ર ગાડી બળીને ખાક થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...